આજે રાત્રે ચંદ્ર પર હિન્દુસ્તાન, દક્ષિણ ધ્રુવ ની સપાટી ઉપર ઉતરનાર સૌથી પહેલો દેશ બનશે ભારત..

ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે રાત્રે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 દરમિયાન બહાર આવશે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી…

ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે રાત્રે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 દરમિયાન બહાર આવશે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર એક લૂનર ડે માં જ ઘણાં પ્રયોગો કરશે. ચંદ્રનો એક દિવસ ધરતીના 14 દિવસ બરાબર હોય છે. જોકે ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવતું ઓર્બિટર એક વર્ષ સુધી આ મિશન પર કામ કરશે. જો લેન્ડર વિક્રમ ચંદ્રની એવી સપાટી પર ઉતરશે જ્યાં 12 ડિગ્રી કરતાં વધુ ઢાળ હોય તો તે ઉંઘુ પડી જાય તેવું જોખમ છે..

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે ઈસરોમાં હાજર રહેવાના છે. મોદી સાથે ક્વિઝ જીતનાર સમગ્ર દેશમાંથી 70 બાળકો અને તેમના માતા-પિતાને પણ ઈસરો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયાનું યાન ચંદ્રના બીજા ભાગમાં ઉતરી ચૂક્યા છે.

ચંદ્રયાનના લેન્ડિંગ પછી આ ચાર કલાક ખૂબ મહત્વના:

ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. તેની સ્પીડ 2000 મીટર પ્રતિ સેકન્ડની રહેશે. આ ઈસરોના વૈજ્ઞાનિકો માટે ખૂબ પડકાર જનક કામ છે. કારણકે આવું પહેલી વાર થઈ રહ્યું છે જ્યારે કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરશે.

વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ પર હાજર 2 ક્રેટર મેંજિનસ-C અને સિંપેલિયસ-Nની વચ્ચે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેની સ્પીડ ઓછી કરવામાં આવશે. અંદાજે 6 કિમી ઉંચાઈથી લેન્ડર 2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સપાટી પર ઉતરશે. આ દરમિયાન કુલ 15 મિનિટનો સમય લાગશે.

ચંદ્ર પર લેન્ડિંગના સમયે અંદાજે 2 કલાક પછી વિક્રમ લેન્ડરનો રેંપ ખુલશે. તેના દ્વારા જ 6 પૈડાવાળું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે.

પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ ખુલશે. સોલાર પેનલની મદદથી તે ઉર્જા મેળવશે.પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કરશે. તે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સપાટી પર14 દિવસ સુધી યાત્રા કરશે. આ દરમિયાન તે 500 મીટરનું અંતર પસાર કરશે.

ચંદ્રયાન-2 ત્રણ હિસ્સામાં મળીને બન્યું છે.

પહેલું- ઓર્બિટર
બીજું- વિક્રમ લેન્ડર
ત્રીજા- પ્રજ્ઞાન રોવર

ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે?

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન કરવાનો છે. તેની સાથે જ ઓર્બિટર ચંદ્રની સપાટી પર નકશો તૈયાર કરશે. જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની માહિતી મેળવી શકાય. લેન્ડર એ તપાસ કરશે કે, ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહીં. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોની હાજરી વિશે માહિતી મેળવશે.

ચંદ્રની ધૂળથી સુરક્ષા મહત્વની:

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે,ચંદ્રની ધૂળ પણ ચિંતાનો વિષય છે. તે લેન્ડરને કવર કરીને તેની કાર્યપ્રણાલી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તે માટે લેન્ડિંગ દરમિયાન ચાર પ્રક્ષેપક સ્વત: બંધ થઈ જશે. માત્ર એક ચાલુ રહેશે. તેનાથી ધૂળ ઉડવા અને તેના લેન્ડરને કવર કરવાનોનું જોખમ ઓછું થઈ જશે.

પીએમ નરેન્દ્ર મોદી ની સાક્ષી:

18 સપ્ટેમ્બર 2008માં પ્રધાનમંત્રી મનમોહનસિંહ દ્વારા ચંદ્રયાન -2 મિશનને મંજૂરી આપવામાં આવી હતી. જે આજે 11 વર્ષ પછી પૂરું થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે બેંગ્લોરમાં ઈસરો સેન્ટર ઉપર હાજર રહેશે.

ચંદ્રયાન -2 ની સફળતા કેટલી મોટી છે?

અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચંદ્ર સપાટી પર પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનશે. ચંદ્રયાન -2 એ વિશ્વનું પ્રથમ એવું વાહન છે, જે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. અગાઉ, ચીનના ચાંગે-4 વાહન દક્ષિણ ધ્રુવથી થોડે દૂર ઉતરાણ કર્યું હતું. હજી સુધી ક્ષેત્ર વૈજ્ઞાનિકો માટે અજાણ્યું છે. ચંદ્રયાન -2 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનીજ શોધવાનો પ્રયાસ કરશે. તે ચંદ્રના વાતાવરણ અને તેના ઇતિહાસના ડેટા પણ એકત્રિત કરશે.

ચંદ્રયાન -2 નું સૌથી મહત્વનું મિશન ત્યાં પાણી અથવા તેના સંકેતોની શોધ કરવાનું રહેશે. જો ચંદ્રયાન -2 અહીં પાણીના પુરાવા શોધી શકશે, તો તે અવકાશ વૈજ્ઞાનિકો માટે એક મોટું પગલું હશે. જો ત્યાં પાણી અને ઓક્સિજનની સિસ્ટમ છે, તો ચંદ્ર પર બેઝ કેમ્પ બનાવવામાં આવશે, જ્યાં ચંદ્રને લગતા સંશોધન તેમજ અવકાશ સાથે સંબંધિત અન્ય મિશન તૈયાર કરી શકાય છે. અંતરિક્ષ એજન્સીઓ મંગળ સુધી પહોંચવા માટે ચંદ્રનો પ્રક્ષેપણ પેડ તરીકે ઉપયોગ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *