‘માફ કરજો પપ્પા…’ ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી NEET ના વિદ્યાર્થીનો આપઘાત- પરિવારે ગુમાવ્યો એકનો એક સંતાન

NEET Student suicide in kota: આપઘાત (suicide) ની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજસ્થાન (Rajasthan) માં આવેલા કોટા (Kota) માંથી સામે આવી છે. કોટામાં NEET ની ત્યારી કરતા એક વિદ્યાર્થીએ ગળે ફાસો ખાયને પોતાનું જીવન ટુકાવી લીધું છે. કોટામાં આત્મહત્યા કરનાર NEET વિદ્યાર્થીની સુસાઈડ એક નોટ સામે આવી છે. તેમાં લખ્યું છે કે પપ્પા માફ કરશો, તમે મારા અભ્યાસ માટે ખૂબ પ્રયાસ કર્યો છે, પૈસા ખર્ચ્યા છે. મેં ઘણો પ્રયત્ન કર્યો પણ હું કરી શક્યો નહીં. હાલ પોલીસે સુસાઈડ નોટ (Suicide note) કબજે કરી છે.

મેળલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ નવલેશ છે. નવલેશના મૃત્યુની જાણ થતાં તેના કાકા સુમિત અને કાકા સંતોષ કોટા આવ્યા હતા. શનિવારે મૃતદેહ લેવા માટે શબગૃહમાં પહોંચેલા વિદ્યાર્થીના ફૂવા સંતોષે સુસાઈડ નોટ અંગે માહિતી આપી હતી. કાકા દિલ્હીમાં અને ફૂવા ઉજ્જૈનમાં રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફૂવા રેલ્વેમાં નોકરી કરે છે.

મૃતક વિદ્યાર્થીના ફૂવા સંતોષે કહ્યું કે આ સમગ્ર ઘટના બાદ નવલેશના પિતા આઘાતમાં છે. નવલેશ તેમનો એકમાત્ર પુત્ર હતો. દોઢ વર્ષ પહેલાં નવલેશ તેની પોતાની મરજીથી કોટા ભણવા માટે આવ્યો હતો. આત્મહત્યાના એક દિવસ પહેલા તેણે સાંજે પરિવારના સભ્યો સાથે વાત પણ કરી હતી. કોઈને ખબર નહોતી કે તે આવું પગલું ભરશે.

કાકા સંતોષ સાથે વાત કરતા તેમણે જણવ્યું કે, નવલેશના પિતા પોતાનું ટ્રક ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. દોઢ વર્ષ પહેલાં નવલેશ અભ્યાસ માટે પોતાની મરજીથી કોટા આવ્યો હતો. શરૂઆતમાં એકાદ-બે મહિના સુધી તેને થોડી સમજણ ન પડી. ત્યારે તેના પિતાએ કહ્યું હતું કે જો તને કઈ ન સમજાય તો તું ઘરે આવી જ. ત્યારે નવલેશે કહ્યું હતું કે, પહેલા તેને નોતું સમજાતું પણ હવે તેને સમજ પડવા લાગી છે.

નવલેશ એક મહિના પહેલા જ ગામમાં આવ્યો હતો. પછી થોડા દિવસ રહીને પાછો કોટા ગયો હતો. તે દરરોજ તેના માતા-પિતા સાથે વાત કરતો હતો. ઘટનાના એક દિવસ પહેલા પણ સાંજે તેણે તેના પિતા સાથે વાત કરી હતી. અચાનક નવલેશને શું થયું આ વિશે કઈ ખબર નથી. એકમાત્ર પુત્રના મૃત્યુથી પિતાને ખુબજ આઘાત લાગ્યો છે.

સંતોષે કહ્યું કે, બાળકોના તણાવને દૂર કરવા માટે એક અભિયાન ચલાવવું જોઈએ. મહિનાના પંદર દિવસમાં બાળકોનું કાઉન્સેલિંગ થવું જોઈએ. જેથી બાળકોના મનમાં તણાવ ન રહે. કુન્હાડી પોલીસ સ્ટેશનના સીઆઈ ગંગા સહાયે જણાવ્યું કે વિદ્યાર્થીના પરિવારના સભ્યો આવ્યા છે અને હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

મળેલી માહિતી અનુસાર નવલેશ (ઉંમર વર્ષ 17) બિહારના પટનાનો રહેવાસી હતો, તે 12મા ધોરણમાં ભણતો હતો અને NEETની તૈયારી પણ કરતો હતો. તે લેન્ડમાર્ક સિટીમાં કૃષ્ણ વિહારની હોસ્ટેલમાં રહેતો હતો. તેણે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. માહિતી મળતાં પોલીસે ગેટ તોડી લાશને બહાર કાઢી હતી. કોટામાં 5 દિવસમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *