એકબીજાના થયા નેહા કક્કડ અને રોહનપ્રીત, સોસીયલ મીડિયામાં વાયરલ થઇ લગ્નની તસવીરો અને વીડિયો

બોલિવુડની જાણીતી સિંગર નેહા કક્કર તેમજ રોહનપ્રીતનાં લગ્નની તસવીરો બહાર આવી ગઇ છે. સોશિયલ મીડિયા ઉપર તેમની પીઠીથી માંડીને મહેંદી તેમજ રિંગ સેરેમનીની તસવીરો બહાર આવવા લાગી છે.

દુલ્હન બનેલી નેહા સુંદર લાગતી હતી. નેહા કક્કર દ્વારા લગ્ન માટે પીચ કલરનો લહેંગો પહેરવામાં આવ્યો હતો તેમજ તે બહુ જ સુંદર લાગતી હતી. નેહા કક્કર દ્વારા લગ્ન માટે લાઇટ કલરનો આઉટફિટ પસંદ કરવામાં આવ્યો છે. વીડિયોમાં નેહાનો ફુલ લુક તો બરાબર દેખાતો નથી, પરંતુ જેટલો પણ દેખાયો એમાં નેહા કક્કર બહુ જ સુંદર લાગે છે.

દુલ્હો બન્યો રોહનપ્રીત સિંહ, શેરવાનીમાં દેખાયો. લગ્ન માટે રોહનપ્રીતે પીચ કલરની શેરવાની પહેરી, જેમાં તે સારો લાગી રહ્યો છે. જણાવી દઇએ કે નેહા કક્કરના લગ્નને લઇ લાંબા સમયથી બઝ ચાલી રહ્યો હતો. તેના લગ્નના પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે. સંગીત સેરેમનીના ડાંસ વીડિયો પણ ચર્ચામાં બન્યા છે.

9 ઓક્ટોબરના રોજ રિલેશનશિપ થયું ઓફિશ્યલ
નેહા અને રોહનપ્રીતે 9 ઓક્ટોબરના રોજ પોતાના રિલેશનશિપને લઇ જાહેરાત કરી હતી અને ત્યારથી બંનેની લવ સ્ટોરી ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર બંને પાછલા ઘણાં દિવસોથી છવાયેલા છે.

નેહા અને રોહનપ્રીન બંનેએ ગુરુદ્વારામાં લગ્ન કર્યા છે. જેની તસવીરો અને વીડિયો સામે આવી ગયા છે. કોરોના કાળની વચ્ચે બોલિવુડની પ્રિય સિંગરના લગ્ન ખાસ્સા ચર્ચાનો વિષય બન્યો છે.

નેહાએ તેના લગ્નના અન્ય પ્રસંગોની તસવીરો પણ શેર કરી હતી. પોતાની મહેંદીની તસવીરો શેર કરતા નેહાએ લખ્યું, મહેંદી લગાઉંગી મેં રોહનપ્રીત કે નામ કી. તો ટોની કક્કરે તેના પર કમેન્ટ કરતા લખ્યું, સૌથી સુંદર કપલ. ઘણાં સેલિબ્રિટીઓએ નેહાની પોસ્ટ પર કમેન્ટ કરી છે. આ પહેલા નેહાએ રોહનપ્રીત સાથેલી હલ્દીની તસવીરો પણ શેર કરી હતી.

નેહાની આ તસવીરો તેના ફેન્સને ખૂબ પસંદ આવી છે. સાથે જ બંનેના લગ્નને લઇ પણ તેમના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત હતા. ખાસ વાત એ હતી કે થોડા કલાક પહેલા શેર કરેલી તસવીરને 16 લાખથી વધારે લાઇક્સ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *