અવારનવાર નાની એવી બાળકીના નરાધમોઈ અડપલા કર્યાની ઘટનાઓ રાજ્યમાંથી સામે આવતી હોય છે. આની સાથે જ આજના સમયમાં સગા-સંબંધી હોય અથવા તો પારકા કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા વિચાર કરવો પડતો હોય છે ત્યારે રાજ્યના અમદાવાદમાંથી એક ખુબ શર્મસાર કરી દે એવી ઘટના સામે આવી છે.
શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને પડોશમાં રહેતા યુવકે બાથરૂમમાં લઈ જઈને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. બાળકી જ્યારે બહાર રમતી હતી તેમજ ઘરે કોઈ ન હતું તેનો લાભ ઉઠાવીને યુવક તેને લઈ ગયો હતો. ઈસનપુર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
બાથરૂમમાં અડપલાં કર્યા હતા:
શહેરના ઈસનપુર વિસ્તારમાં 4 વર્ષની બાળકી તેના માતા પિતા સાથે રહે છે. બાળકીની માતા શાકભાજીની લારી ચલાવી રહી છે તેમજ તેના પાડોશમાં રહેતો એક યુવક કે, જે યુવકે પહેલા આ બાળકીના ઘરમાં ચોરીનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે બાળકીના ઘરે કોઈ ન હતું ત્યારે બહાર રમતી બાળકીને બાથરૂમમાં લઇ જઈને તેની સાથે અડપલા કર્યા હતા.
અન્ય પાડોશી જોઈ જતાં યુવક ઝડપાઈ ગયો:
આ જ સમયે અન્ય પાડોશી જોઈ જતાં આ યુવક પકડાઇ ગયો હતો તેમજ તે પાડોશીએ બાળકીના માતા-પિતાને જાણ કરી દીધી હતી. ઈસનપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જ તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ આરોપીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.