હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી એટલી વકરી છે કે, દર્દીઓને સારવાર માટે જગ્યા કે એમ્બ્યુલન્સ પણ મળી રહેતા નથી. આ દરમિયાન મજબુરીનો લાભ ઉઠાવીને એમ્બ્યુલન્સના ભાવમાં પણ મન ફાવે તેમ લઈ રહ્યા છે. ત્યારે ઘરનું ઘર ચલાવતા ભરતભાઇ નરસિંહભાઈ કણસાગરાએ પોતાની લેન્ડ રોવર લક્ઝરી કાર કોરોના દર્દીઓ માટે એમ્બુલન્સ તરીકે સેવામાં આપી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, જામનગરના નાગનાથ ગેટ પાસે આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભરતભાઈ કણસાગરાને તેમના સંબંધી રાજુભાઈને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઘણા સમય સુધી આવી ન હતી. જેથી એમ્બુલન્સની વ્યવસ્થા નહી થતા હાલત વધુ કફોડી બની હતી. એ જોતા ભરતભાઈને વિચાર આવ્યો અને પોતાની લેન્ડ રોવર લક્ઝરી ગાડી ખોજા નાકા પાસે ચાલતા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સેવા માટે આપવાનો નિર્ણય કર્યો હતો.
દર્દીઓને સારવાર માટે એમ્બ્યુલન્સની રાહ જોવી પડે અને તાત્કાલિક સારવાર મળે તેવા સેવાના હેતુથી ભરતભાઈએ પોતાની લક્ઝરી લેન્ડ રોવર કાર એમ્બ્યુલન્સમાં ફેરવી દર્દીઓની સેવા માટે અર્પણ છે. આ ઉપરાંત ગેરેજ ચલાવતા ભરતભાઈની આવી સેવા જોઈને ઘણા લોકો આગળ આવે અને દર્દીઓને સારવાર કે સેવા કરી શકે તેવું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જામનગરમાં વોર્ડ નંબર 12માં ખોજા નાકા વિસ્તારમાં શાળા નં. 26માં 50 બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જયારે આ રાજકીય નેતાના આ કાર્યને ચોતરફથી પ્રશંસા મળી રહી છે અને આ સેવાકાર્યને દરેક નાગરિકો દ્વારા બિરદાવવામાં આવ્યું છે. આ દરમિયાન આ સેવામાં સહાયરૂપ થવા ભરતભાઈ પ્રજાપતિ અને મુન્નાભાઈ ગેરેજ વાળાએ પણ દર્દીઓને હોસ્પિટલમાં મુકવા માટે પોતાની મોંઘેરી કાર એમ્બ્યુલસ તરીકે ફ્રી સેવા માટે આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.