મનોરંજન(Entertainment): બોલિવૂડ(Bollywood)ના ‘દબંગ’ સલમાન ખાન(Salman Khan)ના લગ્નની લોકો વર્ષોથી રાહ જોતા હતા. પરંતુ હવે ઘણી વખત તેણે સ્પષ્ટ કર્યું છે કે તે લગ્ન કરવાના ઇરાદામાં નથી. સલમાનના લગ્નની વાત બહાર આવતા જ લોકોના મનમાં એક સવાલ પણ આવે છે કે જો તેઓ લગ્ન નહીં કરે તો તેમની કરોડોની સંપત્તિ કોના નામે હશે. તો તમને જણાવી દઈએ કે આ મામલે સલમાને પણ ખુલાસો કર્યો છે.
દરેક ફિલ્મથી કરોડોની કમાણી:
સલમાન ખાન એક એવો અભિનેતા છે જે છેલ્લા 34 વર્ષથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. દરેક પ્રકારના રોમાન્સ અને ક્યારેક એક્શનથી લોકોનું દિલ જીતનાર સલમાનની કમાણી પણ ઘણી મોટી છે. સલમાનની લગભગ દરેક ફિલ્મ 100 કરોડથી વધુની કમાણી કરી રહી છે. એટલા માટે તે દેશના સૌથી ધનિક કલાકારોમાં પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ 2300 કરોડની સંપત્તિના માલિક છે.
આખી મિલકત કોના નામે થશે:
55 વર્ષીય સલમાન ખાનના ચાહકો અવારનવાર આ વાત કરતા જોવા મળે છે કે તેમની પાસે કરોડોની સંપત્તિ પર કોનો હક હશે. તો તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાને પોતે જ આનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું લગ્ન કરું કે ન કરું, મારા ગયા પછી મારી અડધી મિલકત ટ્રસ્ટને દાનમાં આપી દેવામાં આવશે અને જો હું લગ્ન નહીં કરું તો મારી આખી મિલકત ટ્રસ્ટને આપવામાં આવશે.’
આ ફિલ્મોમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં જ ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં તે 3 ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે ‘કભી ઈદ કભી દિવાળી’, ‘ટાઈગર 3’ અને ‘કિક 2’માં જોવા મળશે. કેટરિના કૈફ તેની સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે, જ્યારે જેકલીન ફર્નાન્ડીઝને ‘કિક 2’માં કાસ્ટ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.