ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીએ કોર્ટમાં બતાવ્યું નાલાયકીપણું- પોલીસ, ન્યાયાધીશ સહીત બધા ચોંકી ગયા

સુરત(Surat): પાસોદરા(Pasodra) ગ્રીષ્મા મર્ડર કેસ(Grishma Murder Case)માં માત્ર 7 દિવસમાં 2500 પેજની ચાર્જશીટ દાખલ થઈ છે. ત્યારે હવે  ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. આ બાબત સેશન ટ્રાઇબલ હોવાથી આજે (બુધવારે) કેસ નોંધીને સુરત કોર્ટ(Surat Court)માં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારે ફેનિલ સામે ચાર્જફ્રેમનો કેસ ચલાવીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. ત્યારબાદ આરોપી ફેનિલને લાજપોર જેલ(Lajpore Jail)માં લઈ જવામાં આવશે.

ગ્રીષ્મા મર્ડર કેસમાં હત્યારા ફેનિલે કોર્ટમાં ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટરૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું કે તેને ગુનો કબુલ નથી. કોર્ટે આરોપી ફેનિલને પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી દીધી હતી અને કહ્યું કે ગુનો કબુલ નથી. હત્યાના આરોપી ફેનિલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. આ મામલો હવે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જશે.

સુરતના પાસોદરા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી સામે સુરત પોલીસ વિભાગે માત્ર 7 દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આનાથી તટસ્થ તપાસ પ્રક્રિયાને વેગ મળ્યો છે. રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ આવા જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતાના આરોપીઓને તાત્કાલિક અને આકરી સજા આપીને એક ઉદાહરણ સ્થાપિત કરવા કટિબંધ છે.

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા ઘડ્યો હતો પ્લાન:
ફેનીલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો જે પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરવી, ઓનલાઈન હથિયારો કેવી રીતે શોધી શકાય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી માટે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું. પોલીસને મળેલી ઓડિયો ક્લિપમાં ગ્રીષ્માની હત્યા કરતા પહેલા તેના મિત્ર સાથે ફોન પર વાત પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *