જે મહિલા નેપાળનું પ્લેન ઉડાવી રહી હતી, તેના જ પાયલોટ પતિનું 16 વર્ષ પહેલા આ જ રીતે મોત થયું હતું

નેપાળના પોખરામાં 15 જાન્યુઆરી, રવિવારના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં 68 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોખરા સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી. યેતી એરલાઈન્સનું આ વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું. પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થતા બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ વિમાનમાં કમલ કેસી વરિષ્ઠ પાયલટ હતા. કો-પાયલોટ અંજુ ખાટીવડા તેમની સાથે હતા.

અંજુને ટૂંક જ સમયમાં મુખ્ય પાઈલટનું લાઇસન્સ મળવાનું હતું
અહેવાલ મુજબ, કો-પાયલોટ તરીકે અંજુ ખાતીવાડાની આ છેલ્લી ફ્લાઇટ હતી. આ પછી તે કેપ્ટન બનવાની હતી. તેમના વરિષ્ઠ પાયલોટ અને ટ્રેનર કમલ કેસી હતા. ઘણા પાયલટોને તાલીમ આપનાર કેપ્ટન કમલ કેસી પાસે 35 વર્ષનો અનુભવ હતો. 15 જાન્યુઆરીએ પોખરા જતી વખતે, કેપ્ટન કમલ કેસીએ કો-પાઈલટ અંજુને મુખ્ય પાઈલટની સીટ પર બેસાડી હતી.

આ એરક્રાફ્ટના સફળ લેન્ડિંગ બાદ અંજુને મુખ્ય પાઇલટનું લાયસન્સ મળી ગયું હોત. કો-પાયલોટ અંજુએ અગાઉ નેપાળના લગભગ તમામ એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. પરંતુ 15 જાન્યુઆરીએ પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

અંજુના પતિ યેતી એરલાઈન્સમાં કો-પાઈલટ હતા
કો-પાઈલટ અંજુના પતિ દીપક પોખરેલ પણ યેતી એરલાઈન્સમાં કો-પાઈલટ હતા. લગભગ 16 વર્ષ પહેલા અંજુના પતિનું પણ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. 21 જૂન, 2006ના રોજ, યતિ એરલાઇન્સનું 9N AEQ એરક્રાફ્ટ નેપાળમાં ક્રેશ થયું હતું. આ વિમાન નેપાળગંજથી સુરખેત થઈને જુમલા જઈ રહ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં 6 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બરના મોત થયા હતા.

જણાવી દઈએ કે પોખરામાં યતી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું હતું. તેઓ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 10.33 કલાકે રવાના થયા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN)ના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યે લેન્ડિંગ પહેલા પ્લેન ક્રેશ થયું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે આ અકસ્માત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *