નેપાળ(Nepal)ની તારા એરલાઇન્સ(Tara Airlines)નું 9NAET ડબલ એન્જિન પેસેન્જર વિમાન ગાયબ(Nepal Plane Missing) થઈ ગયું છે. વિમાનમાં 22 લોકો સવાર હતા, જેમાંથી 4 ભારતીય અને 3 જાપાની નાગરિકો છે. બાકીના મુસાફરોમાં નેપાળી નાગરિકો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.
આ પેસેન્જર પ્લેન પોખરાથી જોમસોમ માટે સવારે 9.55 કલાકે રવાના થયું હતું. મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, “વિમાનને મુસ્તાંગ જિલ્લાના જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારથી વિમાન સંપર્કમાં નથી.”
પ્લેન શોધવા માટે ફીસ્ટેલનું હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું:
પેસેન્જર પ્લેન વિશે કંઈ જાણી શકાયું નથી. તે ગુમ થઈ ગયું છે. તેને શોધવા માટે ફીસ્ટેલનું હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું છે. આ વિમાનમાં 13 નેપાળી મુસાફરો, 4 ભારતીય મુસાફરો અને 2 વિદેશી નાગરિકો છે. તારા એરના જણાવ્યા અનુસાર પ્લેનમાં કુલ 22 લોકો છે.
પ્લેનમાં પાઇલટ (નેપાળ પ્લેન મિસિંગ) કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઇલટ ઇતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસમી થાપા છે. એટીસી દ્વારા વિમાનનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ વિમાન સાથે રાત્રે 10:35 વાગ્યા સુધી સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારપછી કોઈ માહિતી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.