નેપાળ બન્યું નમકહરામ- હવે ચાઈનાને બાપ બનાવીને ભારત સાથે કરી આવી ગદ્દારી- તમને આવશે ગુસ્સો

નેપાળ સરકારે સોમવારે પોતાના નવા નકશા જાહેર કર્યા જેમાં ભારત સાથે જોડાયેલા lipulekh અને કાલા પાણી વિસ્તારને નેપાળી ઓએ પોતાના વિસ્તારમાં ગણાવ્યા. આ પહેલા નેપાળી વડા પ્રધાન કે પી શર્મા ઓલીના નેતૃત્વમાં મળેલી બેઠક દરમિયાન આ નકશાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી એ કહ્યું કે આ વિસ્તારો અને અમારા જ છે અને આ વિસ્તારો અમે ભારત પાસેથી પરત લઈ લઈશું. આ વિવાદ ઘણા સમયથી ચર્ચામાં રહેલો છે.

જાણકારોનું માનીએ તો નેપાળ ચાઈનાના ઈશારે આ ચાલ ચાલી રહ્યું છે. નેપાળી વિદેશ મંત્રી પ્રદીપ ગયાવાલીએ નેપાળી માં ટ્વિટ કરતાં કહ્યું કે, અમારા મંત્રીમંડળે નિર્ણય કર્યો છે કે, દેશના સાત રાજ્ય, 13 જિલ્લા અને ૭૫૩ સ્થાનિક વહીવટી તંત્ર માં લીંપિયા ધારા, લિપુલેખ અને કાલાપાની નો સમાવેશ કરવામાં આવે અને નવો નકશો પણ જાહેર કર્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ના થોડા સમય અગાઉ જ lipulekh સુધી જતો 80 કિલોમીટર નો માર્ગ ખુલ્લો મુક્યો હતો. જે કૈલાસ માનસરોવર જતા યાત્રીઓ માટે ખૂબ મદદરૂપ હતો. નેપાળ સતત ભારતની મદદથી જીવી રહ્યું છે. હજારો નેપાળી ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં નોકરી રોજગાર મેળવી રહ્યા છે. સોમવારે જ ભારત સરકારે નેપાળને 30000 કોરોના ટેસ્ટ માટેની મેડીકલ સહાય કરી હતી.

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને સંકેત આપ્યો હતો કે નેપાળની સ્ક્રિપ્ટ પાછળ કોઈ વિદેશી સૈના હોઈ શકે છે. જનરલ નરવાને કહ્યું હતું કે, “હું જાણતો નથી કે તેઓ ખરેખર કોના માટે આવું કરે છે. પહેલા ક્યારેય કોઈ સમસ્યા નહોતી થઈ, આ મુદ્દાઓ બીજા કોઈના કહેવાથી ઉભા કરવામાં આવ્યા છે, તેવી સંભાવના છે.” ચીનનું નામ ભલે લેવામાં ન આવે પરંતુ નેપાળમાં તેની દખલ કોઈથી છુપાઇ નથી. થોડા દિવસ અગાઉ જ ચાઈના તરફથી ભારતીય સીમા પર દખલ કરવામાં આવી હતી.

ભારત સરકાર આ બાબતે વાતચીત નો માર્ગ બનાવવા કોશિશ કરી રહી છે અને ડિપ્લોમેટિક વાતચીત કરવા માટે જરૂરી કાર્યવાહી કરી રહી છે. ભારત સરકાર પહેલથી જ નેપાળને પોતાના રાજ્ય સમાન ગણીને મદદ કરતી આવી છે ત્યારે હવે ચાઈનાના ઈશારે આવી હરકત થતા ભારત સરકાર દ્રીધામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *