લક્ઝરી બસ અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત- ઘટના સ્થળે જ આટલા લોકોના મોત

આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનામાં ફરીવાર મહેમદાવાદ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે. અને એકને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાંઠવાળી ગામ પાસે બમ્પ આવતા મોટરસાયકલ ચાલકે વાહન ધીમુ પાડ્યું તો પાછળથી આવતી અજાણી લકઝરી બસે જોરદાર ટક્કર મારી હતી.

આ અંગે મહેમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગતમોડી રાત્રે થયેલા અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના મહમંદરઝાક મલેક (ઉ. વ. 19), રાકીબ મલેક (ઉ. વ. 20) અને નિલેશ તળપદા ગતમોડી રાત્રે એકજ મોટરસાયકલ પર મહેમદાવાદના વાંઠવાળી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ ગામની પ્રાથમિક શાળા નજીક બમ્પ આવતા ઉપરોક્ત મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન ધીમું પાડ્યું હતું. પરંતુ પાછળથી પુરપાટ ઝડપે આવતી અજાણી લકઝરી બસે આ મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે બાઈક ચાલક સહિત ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા.

આ ઘટનામાં મહમંદરઝાક મલેક અને રાકીબ મલેકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે નિલેશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અકસ્માત બાદ ઉપરોક્ત વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કેસરા ગામના શોકતઅલી મલેકને થતાં તેમણે આ અંગે તાત્કાલિક મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *