મોટા ભાગના માણસો ની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવું કરવાથી તમે બીમારીનો ભોગ બની શકો છો. જો તમારી પણ આવી જ આદત હોય તો તમે તમારી આદત ને સુધારી શકો છો નહીં તમે બીમારીનો ભોગ બની શકો છો.
રાત્રે જ નહીં જો તમે દિવસે પણ જમી ને સુઈ જતા હોય તો એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે આદતને બદલી પણ શકો છો અને જો તમને પણ આવી આદત હોય તો જાણીએ તે આદતો થી થતી પરેશાનીઓ વિશે.
જમ્યા બાદ ઊંઘવાની આદત હોય તો તમને તેનાથી એસિડિટી અને બળતરા થઈ શકે છે. જમ્યા પછી સૂવાની આદત ના લીધે ડાયજેશન પ્રોસેસને ધીમી કરી નાખે છે. જમ્યા પછી શરીર ખોરાકની પાચન કરવાનું કામ ચાલુ કરી નાખે છે અને તેની સાથે જ ખોરાક પચાવવા માટે આંત એસિડ બનાવે છે. જો ટાઈમે તમે સુઈ જાવ છો તો એસિડ પેટ થી નીકળીને ફૂડ પાઇપ અને ફેફસામાં આવી જાય છે અને તેનાથી બળતરા થવાનું ચાલુ થઈ જાય છે.
જો તમે સુઈ જાવ છો તો ખોરાક પણ સારી રીતે પચી નથી શકતો. કારણ કે તે અનુસાર શરીરના ઘણાં અંગો સ્થિર થઈ જાય છે અને તેની સાથે કામને પણ રોકી નાખે છે અને તેવામાં પાચનની ક્રિયા ધીમી પડી જાય છે અને ઘણી પરેશાનીઓ પણ આવે છે.
આપને જણાવી દઇએ કે ખોરાક લીધા પછી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે.જો તમે જમીને સુઈ જાવ છો તો સુગર શરીરમાં ઉપયોગ નથી થતું અને તેથી વધારાનું સુગર બ્લડ માં મિક્સ થઈ જાય છે અને તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.