સુરતના બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસને પણ આંખે અંધારા આવી ગયા

સુરતમાં અવાર-નવાર  પોલીસે 19મી તારીખે સુરતના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પરથી પસાર થતાં ટેમ્પોની તપાસ કરી હતી. તે ટેમ્પામાં ઘરવખરીનો સામાન હતો પરંતુ તે ઘરવખરીના સામાન ની આડમાં ક્રાઇમબ્રાંચે વિદેશી દારૂ પકડાયો હતો જેમાં તુટેલા સોફા, બે ખુરશી અને લોખંડનો જુનો પલંગ દેખાયો હતો. આ સામાન ઉતારતા જ તેની પાછળ સંતાડેલો વિદેશી દારૂ મળ્યો હતો.

પોલીસે કરેલી તપાસ અનુસાર, તેમાં 1.92 લાખનો વિદેશી દારૂની હતો. તેની સાથે પોલીસે 2ને શખ્સ ને ઝડપી પડયા હતાં. પોલીસે તે ટેમ્પો ચાલક વૈભવ ધનસુખ જાવલે(ઉ.વ.26) આસપાસનગર, લિંબાયત માં રહે છે. બુટલેગર ચેતન ભાઇલાલ પરમાર (ઉ.વ.27) શિવમ કોમ્પલેક્ષ, રાંદેર માં રહે છે. આ બંને ને પોલીસે ઝડપી પાડયા હતા.

ક્રાઇમબ્રાંચે 1.92 લાખનો દારૂ, ટેમ્પો, ઘરવખરીનો સામાન સહિત કુલ 3.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બારડોલી પાસે ચેતનને દારૂ આપનાર સમાધાન ભગવાન પાટીલ (લિંબાયત) અને અનિલ ચીકનો તેમજ પાલનપુર જકાતનાકાના જે મયુરને દારૂ પહોંચાડવાનો હતો તેને વોન્ટેડ જાહેર કરાયાં છે.

પોલીસે કરેલી કાર્વાહી અનુસાર જણાવ્યું હતું કે, કે બુટલેગર ચેતન ઉર્ફે ચેતલો ડિસેમ્બરમાં રાંદેરમાં દારૂ સાથે પકડાયો હતો. પછી 15 દિવસ તે લાજપોર જેલમાં રહ્યાં બાદ 21 દિવસ પાસાની જેલમાં રહયો હતો. તે ચેતન માર્ચમાં જેલમાંથી છુટયો હતો. પાછો તે ૧૯મી મે એ ફરી દારૂની હેરાફેરી કરતા પોલીસ ના હાથે ઝડપાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *