તમે અવાર નવાર સાઈબર સ્કેમના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે અથવા તો કોઈના કોઈ માધ્યમથી જોયા હશે. હાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ સાઈબર સ્કેમનો શિકાર બની છે. કોઈક અજાણ્યા શખ્સે તેના ફોટોનો ઉપયોગ કરીને તેનો મોર્ફેડ ન્યૂડ વિડિઓ બનાવ્યો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે હું જેટલા પૈસા માંગું એટલા મને નહી આપવામાં આવે તો આ વિડીઓ વાયરલ કરી દેવામાં આવશે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…
બેંગ્લોરમાં રહેતી એક વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની છે. આ સમગ્ર ઘટનામાં કાલ્પનિક વ્યક્તિ તરીકે રમેશ એક કંપનીમાં નોકરી કરે છે અને વિદેશી ગ્રાહકો સાથે કામ કરે છે. જયારે બીજા દેશના સમય મુજબ રમેશને રાત્રે કામ કરવું પડે છે. જયારે બે દિવસ પહેલા જ રાત્રે તેમણે વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો હતો. પહેલી વખત તેમણે આ કોલ ઉપાડ્યો નહી. ફરીથી વોટ્સએપ પર એક વીડિયો કોલ આવતા તેમણે આ કોલ ઉપાડ્યો. ત્યારે સામે એક મહિલા હતી. તેણે કહ્યું કે તે હાઇ પ્રોફાઇલ સોસાયટીમાંથી આવે છે અને મિત્ર બનવા માંગે છે. પછી મહિલાએ તેમની સાથે વાતચીત શરુ કરી અને કહ્યું કે તે વ્યક્તિગત રૂપે મળવા માંગે છે. ત્યારે રમેશને એમ લાગ્યું કે મારી સાથે કઈ ખોટું થઇ રહ્યું છે એટલે તેમણે કોલ કાપી નાખ્યો. મહિલા દ્વારા ફરી વાર કોલ કરવામાં આવ્યો. મહિલાએ તેમણે પૂછ્યું કે કોલ કેમ કાપી નાખ્યો. એટલું કહીને મહિલાએ પોતાના કપડા ઉતારવાનું શરુ કર્યું અને રમેશે ફોન કટ કરી નાખ્યો.
લગભગ અડધા કલાક પછી, એક વીડિયો વોટ્સએપ પર મોકલવામાં આવ્યો. તે વીડિયોમાં એક માણસ કપડા વિના દેખાતો હતો અને તેનો ચહેરો બરાબર રમેશ જેવો દેખાતો હતો. ખરેખર તો સ્કેમ કરનારાઓએ સંપાદન દ્વારા રમેશનો ચહેરો કોઈ બીજાના શરીર પર ચડાવ્યો હતો એટલે કે મોર્ફ્ડ વિડિઓ બનાવવામાં આવ્યો હતો.
ત્યારપછી, રમેશને વોટ્સએપ પર મેસેજ આવવા લાગ્યા. મેસેજમાં ધમકીઓ આપવામાં આવી હતી કે તેઓ પૈસા આપે છે, નહીં તો તેનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. તેમની સાથે શું થયું તે તેઓ સમજી શક્યા નહીં. તેના મગજમાં પણ અલગ અલગ વિચારો આવવા લાગ્યા. ત્યારબાદ તે પછી મિત્રની સલાહ લીધા પછી પોલીસ પાસે ગયો અને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. જોકે રમેશ કહે છે કે આ કિસ્સામાં પોલીસનું વલણ ખૂબ કડક નથી, પણ તેમને લાગે છે કે પોલીસ યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. આ કેસમાં હજી સુધી રમેશને ફરીથી તે બ્લેકમેઇલરનો કોલ આવ્યો નથી. પોલીસ આરોપીને વહેલી તકે શોધવાની કોશિશ કરી રહી છે.
પરંતુ કેટલાક અન્ય પ્રકારના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જ્યાં ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરીને સ્કેમ કરવામાં આવી રહ્યા છે. ફેસબુક મેસેંજર પર એક યુવતીની પ્રોફાઇલ પરથી મેસેજ આવ્યો છે. વાતચીત પછી, તે પ્રોફાઇલએ યુવકનો વોટ્સએપ નંબર માંગ્યો અને તે પછી તેને એક વોટ્સએપ કોલ આવ્યો. ત્યારે તે સ્કેમનો શિકાર બન્યો. આ સ્કેમ થોડું અલગ હતું. તમે જોયું જ હશે કે જ્યારે તમે વોટ્સએપ પર કોઈને વીડિયો કોલ કરો ત્યારે બે સ્ક્રીન દેખાય છે. એક, જેમાં વ્યક્તિનો ચહેરો દેખાય છે, જેની સાથે તમે વાત કરી રહ્યા છો, બીજામાં તમે ખુદને જુઓ છો. પીડિત વ્યક્તિ વોટ્સએપ કોલ્સની તે જ સ્ક્રીનવાળી સિસ્ટમનો ભોગ બન્યો.
યુવકના જણાવ્યા અનુસાર આ ચાર-પાંચ મહિના પહેલાની ઘટના છે. મને તે મહિલાનો મેસેજ મળ્યો જેણે ફેસબુક પર હોવાનું લાગ્યું. તેણે મને મદદ માટે પૂછ્યું. તે પછી, મારો નંબર પૂછવામાં આવે છે. હું તેમને મારો નંબર આપું છું. આ પછી તેણે મને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું. મે જવાબ આપ્યો. હાય, હેલ્લો પછી અચાનક તે મને એક વિડિઓ કોલ કરે છે. જ્યારે મેં કોલ ઉપાડ્યો ત્યારે અસ્પષ્ટ ચિત્ર આવતું હતું. ત્યારે બીજી વાર વિડીઓ કોલ આવ્યો અને મે આ કોલ ઉપાડ્યો.હું જોઉં છું કે ખરેખર તેની પાછળ એક સ્ક્રીન હતી, તેમાં એક વિડિઓ ચાલતી હતી, જેમાં એક સ્ત્રી પોતાના કપડા ઉતારી રહી છે. આ જોયા પછી મને લાગે છે કે મારી સાથે કઈ ખોટું થઇ રહ્યું છે. થોડી જ વારમાં ફોન કટ થઈ જાય છે.
પાંચથી સાત મિનિટ પછી, તે જ વિડિઓ કોલ જે રેકોર્ડ થયો તે મને મોકલ્યો છે. આ વિડીઓના બદલામાં પૈસાની માંગ કરવામાં આવે છે. મેં કહ્યું કે હું પોલીસમાં ફરિયાદ કરીશ. તેણે કહ્યું કે જ્યારે તમે પૈસા આપશો ત્યારે જ આ વિડિઓ કાઢીશ. મે આ અજાણ્યા શખ્સને બ્લોક કરી દીધો. તેણે મને બીજા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ કરતા કહ્યું, જ્યાં સુધી તે પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી તે ડિલીટ થશે નહીં અને તમારા મિત્રો સુધી પણ આ વિડીઓ પહોચાડવામાં આવશે. તેણે તે વીડિયો મારા કઝીનને મોકલ્યો હતો. મેં મારા ભાઈને બધું કહ્યું. આ બધાથી બચવા માટે મેં મારી આઈડી લોક કરી છે. જ્યારે મેં પોલીસમાં ફરિયાદ કરી તો તેની બહુ અસર જોવા મળી નહીં. પોલીસ કહે છે કે આ ખૂબ સામાન્ય છે. તો આ મામલે હજી સુધી ખાસ કંઈ બહાર આવ્યું નથી. પછી ફરીથી મારી પાસે આવી જ રીતે સંપર્ક કરવામાં આવ્યો. હું સામાન્ય રીતે બોલ્યો. તમે કેટલું કમાશો તેવું પૂછતાં, વ્યક્તિએ કહ્યું કે તે દિવસમાં 20 હજાર કમાય છે. “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.