જાણો તારક મહેતામાં નવા દયા ભાભી તરીકે કોણ આવશે.

છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચા હતી કે ટીવી એક્ટ્રેસ અમી ત્રિવેદી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરતી જોવા મળશે. દયાભાભીનો રોલ પહેલાં દિશા વાકાણી પ્લે કરતી હતી.

દોઢ વર્ષથી દિશા નથી જોવા મળીઃ

દયાભાભી બનતી દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનિટી લીવ પર છે. દયાભાભીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો છે. માનવામાં આવતું હતું કે દયાભાભી આ શોમાં પરત આવશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી. પ્રોડ્યૂસર અસિત મોદીએ દિશા વાકાણીને શોમાં લાવવાના અનેક પ્રયાસો કર્યાં હતાં પરંતુ તેઓ સફળ થયા નહીં. અંતે, અસિત મોદીએ દિશા વાકાણીને રિપ્લેસ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દીધા છે. અસિત મોદી દયાભાભીના પાત્રમાં જાણીતી એક પણ ટીવી એક્ટ્રેસને લેવા માંગતા નથી. માનવામાં આવે છે કે તેઓ ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલી અભિનેત્રીને દયાભાભીનાં રોલમાં લેશે.

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા માં દયા ભાભી તરીકે અમી ત્રિવેદીનું નામ જાહેર કર્યું. 

દયા ભાભીએ તારક મહેતા છોડ્યું તેને લગભગ દોઠ વર્ષ થવા આવ્યું છે. તયારે હવે નવા દયા ભાભી ની શોધ ખુબ ચાલી હતી.અને આખરે હવે નવા દયા ભાભી ની શોધ પુરી થઇ છે. આશિત મોદીએ દયા ભાભી માટે ઘણા ઓડિશન કાર્ય હતા. પરંતુ કોઈ કેરેકટર ફિટ બેસ્ટ ના હતું. હાલ માં થોડા સમય પહેલા જ અમી ત્રિવેદીને દયા ભાભી ના રૂપે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *