એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડે એક ખાસ હેલ્મેટ બનાવ્યું છે. આ નવાં હેલ્મેટનું નામ SA-1 Aeronautics (એરોનોટિક્સ) રાખવામાં આવ્યું છે. આ હેલ્મેટની કિંમત 2,999 રૂપિયાથી લઇને 5,999 રૂપિયા વચ્ચે છે. તેની કિંમત વાઇઝરની ક્વોલિટી પર આધારિત છે.
સ્ટીલબર્ડનું નવું SA-1 Aeronautics દુનિયાનું પહેલું નાકા ડક્ટ એરફ્લો ટેક્નોલોજી અને ફોટો ક્રોમેટિક વાઇઝરવાળું હેલ્મેટ છે. હેલ્મેટની એરફ્લો સિસ્ટમ ખાસ કરીને રેસિંગ કાર અને વિમાનોમાં ઉપયોગમાં લેવાતા હેલ્મેટ જેવી છે.
આ હેલ્મેટની ડિઝાઇન ઈટલીમાં તૈયાર કરવામાં આવી છે. તેનું ઈન્ટિરિયર સરળતાથી પાણી દ્વારા ધોઈ શકાય છે અને બદલી પણ શકાય છે. શિલ્ડ પર ડબલ નાકા ઈનલેટ લાગેલું હોવાથી હેલ્મેટની અંદર બહુ સારી રીતે હવાનો પ્રવેશ થઈ શકે છે. જેના કારણે હેલ્મેટનો અંદરનો ભાગ ફ્રેશ હવાવાળો અને ભેજયુક્ત બનેલો રહે છે. હેલ્મેટની પાછળની બાજુમાં લાગેલાં નાકા ઈનલેટથી હેલ્મેટની અંદર આવતી હવાનું આવન-જાવન થતું રહે છે.
SA-1 Aeronautics હેલ્મેટ ઈરિડિયમ કોટેડ, નાઇટ વિઝન, સ્મોક વાઇઝર અને ખાસ કરીને ફોટો ક્રોમેટિક વાઇઝર વગેરે ઓપ્શન સાથે આવે છે. કુલ મળીને આ હેલ્મેટમાં 10 પ્રકારનાં વાઇઝર આપવામાં આવ્યાં છે. તમે તમારી જરૂરિયાત મુજબ વાઇઝરની પસંદગી કરી શકો છો.
આ હેલ્મેટની વધુ એક ખાસ વાત એ છે કે તેનું વાઇઝર બહાર પ્રકાશના રંગ મુજબ રંગ બદલે છે. તેનું ફોટો ક્રોમેટિક વાઇઝર પ્રકાશ અનુસાર પોતાનો રંગ બદલે છે. જેનાથી રાઇડરને વાહન ચલાવામાં કોઈ સમસ્યા નથી આવતી. આ હેલ્મેટનું વાઇઝર બપોરના સમયે સ્મોકી રંગનું થઈ જાય છે. તેમજ અંધારું થાય તો કાચની જેમ એકદમ ચોખ્ખું થઈ જાય છે. આ હેલ્મેટ બોટલ ગ્રીન, હોટ પિંક, મિડનાઇટ બ્લેક, ડેઝર્ટ સ્ટોર્મ, મરૂન, મૂન યલો અને રોયલ બ્રાઉન કલર્સમાં ઉપલબ્ધ છે.