થોડા સમય પહેલા જ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાય હતી. જે પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા ગત 10 માર્ચના રોજ અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી.
આજરોજ સુરત, રાજકોટ અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે. જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી તો સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે.
સુરતના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી
સુરતના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી
સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. સુરતના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે. હેમાલી બોઘાવાલા મેયર બનતાં ભાજપના નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સુરતને વિશ્વમાં આગવું સ્થાન મળે તેવા પ્રયાસઃ નવા મેયર હેમાલી બોઘાવાલા
સુરતના નવા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરતની વણથંભી વિકાસનું પર્યાય છે. સુરત શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેના તમામ પ્રયાસો જનપ્રતિનિધિઓ અને વહીવટી કર્મવીરો સાથે સુરતને વિશ્વના ફલક પર એક આગવું સ્થાન મળે તેવા પ્રયાસ કરીશું.
રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવ નવા મેયર અને ડેપ્યુટી મેયર ડો. દર્શીતા શાહ
રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકોટના નવા મેયર તરીકે ડો.પ્રદીપ ડવની (Dr. Pradip Dav) તાજપોશી કરવામાં આવી છે. જ્યારે RMC સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ડેપ્યૂટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ તેમજ શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ઘવા અને દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની વરણી કરવામાં આવી છે.
જામનગરનાં મેયર તરીકે બિનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર
જામનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જામનગરના મેયર (Jamnagar Mayor) તરીકે બીનાબેન કોઠારીને (Bina Kothari) પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે જામનગરના ડેપ્યૂટી મેયર તપન પરમાર, JMC સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા તરીકે કુસુમબેનની વરણી અને દંડક તરીકે કેતન ગોસરાણીની વરણી કરવામાં આવી છે.
રાજકોટના નવનિયુક્ત પદાધિકારીઓ
મેયર : પ્રદીપ ડવ
ડે. મેયર : દર્શિતા શાહ
સ્ટે.ચેરમેન : પુષ્કર પટેલ
શાસક નેતા : વિનુ ધવા
દંડક : સુરેન્દ્રસિંહ વાળા
જામનગરના નવા પધાધિકારીઓ
તપન પરમાર ડેપ્યુટી મેયર
બિનાબેન કોઠારી નવા મેયર
મનિષ કટારિયા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન
કુસુમબેન પંડ્યા શાસક પક્ષના નેતા
કેતર ગોસરાણી દંડક
સુરત મહાપાલિકાના નવા પદાધિકારીઓ
નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા
દિનેશ જોધાણી બન્યા ડેપ્યુટી મેયર
પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle