આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રુડ તેલ(Crude oil)ની કિંમતમાં વધારો થયો છે. મંગળવારે, બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.14 ટકા વધીને $79.09 પ્રતિ બેરલ થયા હતા. જ્યારે WTI ક્રૂડની કિંમત 0.11 ટકા વધીને $76.16 પ્રતિ બેરલ પર પહોંચી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે ભારતની ઓઈલ કંપનીઓ(Oil companies)એ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ(Today’s petrol and diesel prices) જાહેર કર્યા છે.
સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઇંધણના ભાવ લાંબા સમયથી સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને આજે 62 દિવસ થઈ ગયા છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે એક લિટર ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લિટર છે.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલની કિંમત 91.43 રૂપિયા છે. તે જ સમયે, કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મુખ્ય શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
2022માં ક્રૂડ 90 ડોલરને પાર કરી શકે છે:
વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $90ની સપાટીને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી, તેથી કાચા તેલમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર કરવામાં આવે છે:
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.