સુરતીઓ સાવધાન! કોરોનાના હાહાકાર વચ્ચે તંત્ર બન્યું સતર્ક- વધુ કડક નિયમો લગાવાયા

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસ વધતા ધીરે ધીરે સરકાર દ્વારા પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. જો કે રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ(Ahmedabad)માં સામે આવી રહ્યા છે ત્યાર બાદ બીજા ક્રમે સુરત(Surat)માં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા(AMC) પછી હવે સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સીટીબસ અને બીઆરટીએસ(BRTS)માં 50 ટકા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. ગઈકાલે સુરતમાં 690 કોરોનાના કેસ નોંધાતા તંત્ર હવે સતર્ક બન્યું છે. આગામી દિવસોમાં સુરત મહાનગર પાલિકા હજુ વધારે કડક પ્રતિબંધો લગાવી શકે છે.

50 ટકા મુસાફરોથી દોડશે સીટીબસ અને બીઆરટીએસ બસ:
સુરતમાં કોરોનાના કેસ વધતા પાલિકા કમિશનર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે કે, બસ માત્ર 50 ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાશે. 50 % કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવશે નહિ. તેમજ બસના દરવાજા ખુલ્લા રાખીને જ ચલાવવામાં આવશે. સાથે જ બસને દરરોજ સેનેટાઇઝ કરવામાં આવશે. સામાજિક અંતર જાળવીને તેમજ ફરીજીયાત માસ્ક પહેરીને જ બસમાં બેસવાનું રહેશે.

કોમ્યુનિટી હોલનું બુકિંગ આજથી બંધ:
સુરત મહાનગર પાલિકા દ્વારા વધુ એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. પાલિકા હસ્તગત કોમ્યુનિટી હોલનું બુકીંગ આજથી બંધ કરી દેવામાં આવ્યુ છે. આગામી 45 દિવસ સુધી એક પણ કોમ્યુનિટી હોલ બુક ન કરવા તમામ ઝોનને સૂચના આપી દેવામાં આવી છે. જો કે જે હોલ હાલમાં બુક થઇ ચૂક્યા છે તેમાં કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કડક નિયમો લાગુ થઇ શકે:
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખુબ જ વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ અત્યંત આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે કેસોને જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વધતા કેસને મુદ્દે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન આજ સાંજ સુધીમાં જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો પણ લાદવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેના સમયમાં વધારો થઇ શકે છે.

રાજ્યમાં લાગુ થઇ શકે છે આ કડક નિયમો:
મેટ્રો શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અવધિ વધારી શકાય છે. ધોરણ એક થી આઠના વર્ગોને ઓનલાઇન કરી શકાય છે. તમામ સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગુ થઈ શકે. આવનારા તહેવાર પર લાગી શકે છે ગ્રહણ. સામાજિક મેળાવડા પર લાગી શકે છે પ્રતિબંધ. થિયેટર અને પાર્ક થઇ શકે છે બંધ. ચાની કીટલી અને પાનના ગલ્લા પણ થઈ શકે છે બંધ. લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા ઘટાડી શકાય છે. બ્યુટી પાર્લર 50% ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *