ભાજપ નેતા સોનાલી ફોગાટનો મોત પહેલાનો વધુ એક વિડીયો આવ્યો સામે- સીસીટીવીમાં કેદ થઈ એવી હરકત કે….

મૃતક ભાજપ(BJP) નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટ(Sonali Phogat)ના મૃત્યુ પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. આ દરમિયાન, સોનાલી ફોગાટનો એક નવો વિડિયો સામે આવ્યો છે જેમાં તેણીને આરોપી સુધીર સાંગવાન(Sudhir Sangwan) દ્વારા ગોવાના એક નાઈટક્લબમાં પરાણે ડ્રગ યુક્ત નશીલા પદાર્થ પીવા માટે દબાણ કરે છે. આ વિડીયો સીસીટીવી ફૂટેજ(CCTV footage)ના એક દિવસ બાદ સામે આવ્યો છે જેમાં સોનાલી નાઈટ ક્લબમાંથી બહાર નીકળતી જોવા મળે છે.

સુધીર સાંગવાન પીવડાવી રહ્યો છે ડ્રીંક:
આ વિડિયોમાં દેખાતો વ્યક્તિ તેના બે સહયોગીઓમાંથી એક સુધીર સાંગવાન હોવાની શંકા છે, જેને સુખવિંદર સિંહ સાથે હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુધીર વીડિયોમાં તેને ક્લબ કર્લીઝમાંથી બહાર આવવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આ વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાજપના નેતાને “બળજબરીથી” કોઈ “અપ્રિય પદાર્થ” આપવામાં આવ્યો હતો. ગોવા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોનાલી ફોગાટ હત્યા કેસમાં અત્યાર સુધીમાં લગભગ 20 થી 25 લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

રૂમ બોયએ આપ્યું હતું ડ્રગ્સ:
ગોવા પોલીસે સોનાલી ફોગાટની હત્યાના સંબંધમાં શનિવારે વધુ બે લોકોની ધરપકડ કરી છે. આરોપી સુધીર સાંગવાનના ખુલાસાના આધારે, મૃતકને આપવામાં આવેલ નશો કર્લીઝ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં, જેની ઓળખ મેથામ્ફેટામાઇન તરીકે કરવામાં આવી હતી, તે બહાર આવ્યું હતું કે આ ડ્રગ્સ દત્તપ્રસાદ ગાંવકર દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું, જે હોટેલ ગ્રાન્ડ લિયોની રિસોર્ટ, અંજુના, જ્યાં આરોપી સાંગવાન અને સોનાલી ફોગાટ રહેતા હતા, ખાતે રૂમ બોય તરીકે કામ કરતા હતા.

આરોપીને મોકલવામાં આવ્યા જેલમાં:
ગોવા પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ પુષ્ટિ કરી હતી કે, કર્લિન્સ રેસ્ટોરન્ટના માલિક એડવિન અને ડ્રગ પેડલર સામે NDPSનો બીજો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ, મદદનીશ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ આરોપીઓ બિન-ગોવાઓ છે અને અન્યોનો પણ સમાવેશ થઈ શકે છે. પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે બંને આરોપીઓને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

ગઈકાલે વહેલી સવારે અંજુના પોલીસ આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહને વધુ તપાસ માટે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ પછી બંનેને અંજુના પોલીસ લોકઅપમાં પાછા લાવવામાં આવ્યા હતા. ગોવા પોલીસના સૂત્રોએ એવો પણ સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં આ કેસ સાથે જોડાયેલા અન્ય ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવશે. ગોવાના ડીજીપી કહ્યું કે, જો જરૂર પડશે તો ગોવાથી એક ટીમને વધુ તપાસ માટે હરિયાણા મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *