ભાઈના દુષ્કર્મ બાદ જન્મેલી બાળકીને બહેને કાંટાળી ઝાડીઓમાં ફેંકી, ઠંડીમાં તડપતી રહી માસુમ; અંતે…

છોકરીઓ સાથે દુષ્કર્મના મામલામાં રાજસ્થાન દેશમાં પ્રથમ ક્રમે છે. આવા મામલામાં સરકારને સતત ટીકાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ બદલાઈ નથી. જે…

છોકરીઓ સાથે દુષ્કર્મના મામલામાં રાજસ્થાન દેશમાં પ્રથમ ક્રમે છે. આવા મામલામાં સરકારને સતત ટીકાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ બદલાઈ નથી. જે નવો કિસ્સો સામે આવ્યો છે તે આના કરતા પણ વધુ હૃદયદ્રાવક છે.

પિતરાઈ ભાઈની બર્બરતાનો ભોગ બનેલી સગીરાએ માસુમ પુત્રીને જન્મ આપીને શિયાળાની ઠંડીની રાત્રે મરવા માટે ઝાડીઓમાં ફેંકી દીધી હતી. માસૂમ ઠંડીમાં ઘણાં કલાકો સુધી કપડા વગર તડપતી રહી હતી અને તેનું આખું શરીર કાંટાળી ઝાડીઓથી છોલાતું રહ્યું. મામલો બુંદીના ચિત્તોડ રોડનો છે. અહીંની એક ખાનગી શાળા પાસે શનિવારે સવારે નવજાત બાળકી મળી આવી હતી. તેના શરીર પર કોઈ કપડા નહોતા અને તે ઠંડીને કારણે ધ્રૂજી રહી હતી. કાંટાના કારણે તેનું શરીર લોહીથી લથપથ થઈ ગયું હતું.

માહિતી મળતાં સદર પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ સમિતિના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને નવજાતને હોસ્પિટલ લઈ ગયા. 6 ડોક્ટરોની ટીમે નવજાત શિશુને બુંદીની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર લઈ જઈ સારવાર શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે બાળકીની માહિતી મળ્યા બાદ આસપાસમાં પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર મામલો સામે આવ્યો. સીઆઈ અરવિંદ ભારદ્વાજે જણાવ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 15 વર્ષની છોકરીએ નવજાત બાળકને જન્મ આપ્યો હતો.

કોઈને ખબર ન પડે એટલે બાળકીને જીવતે જીવતી ઝાડીઓમાં ફેંકી દીધી. યુવતીએ જણાવ્યું કે તેના સંબંધમાં રહેલા તેના ભાઈએ જ તેના પર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરને પણ સારવાર માટે MCH યુનિટમાં દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ નવજાત શિશુની નજીકની પ્રસૂતિ ખાનગી શાળાના બાથરૂમમાં થઇ હતી. આ શાળામાં સગીર માતાના પિતા પણ નોકરી કરે છે. પોલીસે સગીરના માતા-પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે. સગીર યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેણીને તેની પ્રેગ્નન્સી વિશે સમયસર ખબર ન પડી અને જ્યારે તે સવારે ટોઇલેટમાં ગઈ ત્યારે જ બાળકનો જન્મ થયો હતો. આનાથી હું ડરી ગઈ અને કોઈને ખબર ન પડે, તેમ મેં નવજાતને ડોલમાં નાખીને ઝાડીઓમાં ફેંકી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *