જમ્મુ-કાશ્મીરમાં બૈસાખી મેળામાં પુલ ધરાશાયી થતાં સર્જાયો મોટો અકસ્માત, એકસાથે 20થી વધુ લોકો…

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): ઉધમપુર જિલ્લા(Udhampur District)માં બૈસાખી મેળા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નદી પરનો લોખંડનો પુલ તૂટવાથી 20 થી વધુ લોકો ઘાયલ…

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): ઉધમપુર જિલ્લા(Udhampur District)માં બૈસાખી મેળા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નદી પરનો લોખંડનો પુલ તૂટવાથી 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ સ્થાનિક પોલીસ-પ્રશાસનને અકસ્માતની જાણ કરી હતી. ઉતાવળમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકો સાથે મળીને ઘાયલોને પુલ નીચેથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા.

ઘટના ચેનાની પોલીસ સ્ટેશન વિસ્તારના બેની સંગમ મંદિરની છે. જ્યાં બૈસાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અહીં નદી પર લોખંડનો જૂનો પુલ હતો. જેના પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભીડ વધતાં અચાનક પુલ અંદર ઘુસી ગયો. જેમાં મોટી સંખ્યામાં લોકો નદીમાં પડીને ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 20 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

જણાવી દઈએ કે, અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં નદીમાં આવેલ લોખંડનો પુલ તૂટેલા જોવા મળતા લોકોમાં હોબાળો મચી ગયો છે. ઘાયલો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. તે જ સમયે, પોલીસ અને સ્થાનિક લોકો ઘાયલોને બચાવતા જોવા મળી રહ્યા છે.

ઉધમપુર જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના ચેનાની બ્લોકના બૈન ગામમાં બેની સંગમમાં બૈસાખી મેળાની ઉજવણી દરમિયાન બની હતી. ડિવિઝનલ કમિશનર (જમ્મુ) રમેશ કુમારે જણાવ્યું હતું કે, ઓવરલોડિંગને કારણે પુલ તૂટી પડ્યો હતો કારણ કે તેના પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ અને રાહત ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *