સુલતાનપુરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. અહીં 15 દિવસની નવજાત બાળકીને ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી, જયારે કીડીઓ આ બાળકીને ચારે બાજુથી કરડતી હતી. તે પીડાથી તડપી રહી હતી. ઘટના સ્થળથી થોડે દુર આવેલી પ્રાથમિક શાળામાં રસોઈનું કામ કરતા વ્યક્તિ બાળકીની ચીસો સાંભળે છે અને તાત્કાલિક ઘટના સ્થળે પહોચે છે. તેણે તેણીને તેના ખોળામાં લીધી અને કીડીઓને કાઢી, ભૂખી તરસી બાળકીને દૂધ પીવડાવ્યું. ત્યારબાદ, નિર્દોષ બાળકી શાંત પડી અને સૂઈ ગઈ. આ ઘટનાની જાણ નજીકમાં રહેતા ધાબા માલિક ગૌરી શંકર શર્માએ ફોન કરીને 112 પર જાણ કરી હતી. પોલીસે નવજાત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોકટરોનું કહેવું છે કે, તેની હાલતમાં સુધાર થઇ રહ્યો છે.
શાળાના આ વ્યક્તિએ બાળકીની કાળજી લીધી અને હોસ્પિટલ સુધી લઇ ગયા
પ્રાથમિક શાળાના રસોઈયા શોભાવતીએ લગભગ એક કલાક સુધી બાળકીને પ્રેમથી પકડી રાખી. ત્યારબાદ, તેણીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ ગયા. ત્યાં તે બાળકીની સંભાળ રાખી રહી છે. તેણે કહ્યું કે, ‘મને ખબર નથી કે આવી માસુમ બાળકીને કોણ તરછોડે. આ કેવી માતા છે, જેણે તેના કલેજાના ટુકડાને આવી બહેરમીથી ફેંકી દીધી.’
ડોક્ટરે કહ્યું- હાલતમાં પહેલા કરતા સુધાર છે
બાળકીની CHC મોતીગરપુરમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરે કહ્યું કે, બાળકની નાડ કપાયેલી છે, તે લગભગ 15 દિવસની છે. હવે તેની સ્થિતિ પહેલા કરતા સુધરી રહી છે. તે જ સમયે, મોતીગરપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રાજકુમાર યાદવે જણાવ્યું કે, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર જાણ આપવામાં આવી છે. વિભાગીય કર્મચારીઓના આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મંગળવારે સાંજે 8 વાગ્યાની આસપાસ, મોતીગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢેમા ગામ હેઠળની ઝાડીમાંથી આ બાળકી મળી આવી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી બાળકી મળી આવી હતી. તે સુમસાન જગ્યા હતી. રાત પડ્યા પછી બહુ ઓછા લોકો અહીંથી પસાર થાય છે. આ સમયે થોડે નજીક આવેલી એક પ્રાથમિક શાળામાં રસોઈ બનાવતો વ્યક્તિ આ બાળકીનો અવાજ સાંભળે છે અને ત્યારે ને ત્યારે જ અવાજ તરફ દોડે છે અને બાળકીનો જીવ બચાવી લે છે. જો આ વ્યક્તિ ત્યાં નહોત તો, આ બાળકીનું શું થયું હોત?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.