મોતીહારી(બિહાર): મોતીહારી જિલ્લાના પતાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ માટે એક નવી પરિણીત મહિલાની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. સોમવારે રાત્રે જ ઉતાવળમાં મૃતદેહને સળગીવી દીધો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણકારી મળતાં પહોંચેલા યુવતીના પિતા શંભુ મહાતોએ મંગળવારે મહિલાના પતિ, સાસુ, સસરા સહિત સાસરિયા પક્ષના અડધો ડઝન લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ પછી પોલીસે યુવતીની સાસુની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓ ઘરેથી ભાગી ગયા હતા.
આ ઘટના સંદર્ભે યુવતીના પિતા શંભુ મહતોએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની પુત્રી ગુડિયા કુમારીના લગ્ન 30 નવેમ્બર 2020 માં બોકાને કલા ગામના રાજેન્દ્ર ચૌધરીના પુત્ર અરવિંદ ચૌધરી સાથે થયા હતા. લગ્ન પછી સાસરિયા વાળા હંમેશા દહેજમાં બુલેટ ગાડીની માંગ કરતા હતા અને મારી પુત્રીને હેરાન કરતા હતા. પુત્રીની માહિતી મળ્યા બાદ તેઓ તેના સાસરીયાના ઘરે પહોંચ્યા અને સાસરાવાળાઓ સાથે વાત કરીને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાસરિયાઓએ એક પણ શબ્દ સાંભળ્યો નહીં. ગાડીની માંગણી કરવા બદલ યુવતીને પરેશાન કરવામાં આવી હતી.
એક વર્ષ પહેલા યુવતીએ દહેજ રૂપે 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા અન્ય ખર્ચની સહીત 5 લાખ રૂપિયા ખર્ચી કરીને છોકરીના લગ્ન કર્યા હતા. ગરીબીને કારણે સાસરિયાઓ ફરી દહેજની માંગને પહોંચી શક્યા નહીં.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 13 જુલાઇની સવારે ફોન પરથી માહિતી મળી હતી કે, સાસરીયાઓએ તેમની યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી દીધો હતો. આ વિશે પૂછતાં એસએચઓ ચંદ્રિકા પ્રસાદે જણાવ્યું હતું કે, અરજી મળ્યા બાદ યુવતીની સાસુની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. આ સાથે જ અન્યની ધરપકડ માટે દરોડા પણ ચાલુ છે. ટૂંક સમયમાં જ દરેકની ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.