લગ્નના 15 દિવસમાં જ નવવધૂએ ગળે ફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા- સુસાઈડ નોટમાં થયો ચોકાવનારો ખુલાસો

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નવવધૂએ પીયરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઉપરાંત મૃતક યુવતીએ સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં તેણે પોતાના પતિ, સાસુ-સસરા અને જેઠ પર દહેજના આરોપો લગાવ્યા હતા. તેની સાથે સાસરીયાઓએ વારંવાર પિતાનું અપમાન કર્યું હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આત્મહત્યા કરેલી યુવતી પ્રિયંકાના પિતા શ્રીનિવાસને જણાવ્યું હતું કે, 15 માર્ચના રોજ તેમની દીકરીના લગ્ન ટિપેન્દ્ર નામના યુવક સાથે થયા હતા. તેનો પતિ ટિપેન્દ્ર એક્સાઈઝ ઈન્સપેક્ટર છે, જે હાલ બેંગ્લોર ખાતે ફરજ બજાવી રહ્યો છે. લગ્નના એક સપ્તાહ બાદ ટિપેન્દ્ર, પ્રિયંકા અને તેના માતા-પિતા બેંગ્લોર ચાલ્યા ગયા હતા.

શ્રીનિવાસને જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા દીકરીના સાસરેથી ફોન આવ્યો હતો કે તમે આને પાછી લઈ જાઓ. તેમણે જ્યારે આ અંગે કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાસરીયાઓએ કોઈ જ જવાબ આપ્યો ન હતો. જેથી શ્રીનિવાસન તાત્કાલિક ફ્લાઈટ મારફતે બેંગ્લોર પહોંચી ગયા હતા. જ્યાં બન્ને પક્ષો વચ્ચે તકરાર વધી ગઈ અને સાસરીયાઓ દ્વારા તેમને ચોકીદારની જેમ ધક્કામારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારપછી પ્રિયંકાને લઈને તેના પિતા બહાદુરગઢ આવ્યા હતા. જ્યાં પ્રિયંકાએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

સવારે જ્યારે પ્રિયંકા નીચે ન આવી ત્યારે તેના રૂમમાં જઈને જોયું તો જાણવા મળ્યું કે, તેણે સુસાઈડ કર્યું છે. પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક પોલીસને બોલાવીને આગળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રિયંકાના મૃતદેહને ફંદા પરથી ઉતારી અને રૂમની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તેઓને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા મૃતકના સાસરીયાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સો હરિયાણામાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *