ઉત્તર પ્રદેશ: આગરા(Agra)માંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં થાના છત્તા નિવાસી(Resident despite the police station) એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેના પતીને દહેજ માટે મારપીટ અને પેટમાં લાત મારીને ગર્ભપાત(Abortion) કરાવ્યો છે. પીડિત મહિલાને સસૂરાલ પક્ષનો ઓડિયો રીકોડીંગ પ્રૂફ(Audio recording proof) તરીકે પોલીસને આપ્યું હતું. પોલીસે આરોપી પતિની ધડપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
બાંદા જિલ્લાની રહેવાસી સોનમ સિંહ ત્યાંની એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં એન્કર હતી. કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન દરમિયાન આગ્રાના થાણા છત્તાના રહેવાસી અનુજ ચૌહાણ સાથે તેને ફેસબુક પર પ્રેમ થઈ ગયો હતો. આ પછી, બંનેએ ચેટિંગ અને કોલ દ્વારા વાત કરવાનું શરુ કર્યું હતું. તેઓ એકબીજાને ઘણી વખત મળ્યા હતા. આ પછી ત્રણ મહિના પહેલા તેમના લગ્ન થયા હતા.
પીડિતાના જણાવ્યા અનુસાર, લગ્નના દસ દિવસ બાદ તેના પતિ, નનદ, ભાભી અને સાસુ મીરા દેવીએ દહેજ ન મળવા બદલ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસોમાં જ તેને મારવાનું શરુ કર્યું હતું. પીડિતાનો આરોપ છે કે, જ્યારે તે ગર્ભવતી હતી. ત્યારે પતિએ તેને પેટમાં લાત મારીને કહ્યું હતું કે, તેને બાળક નથી જોઈતું, જેના કારણે તેનું ગર્ભપાત થઇ ગયું હતું.
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, આ પછી, રક્ષા બંધનના બે દિવસ પહેલા, જ્યારે તેણે અનુજને તેના મામાના ઘરે જવાનું કહ્યું હતું, ત્યારે અનુજે તેની છાતી પર લાત મારી, જેનાથી તેની પાંસળી તૂટી ગઈ હતી. જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે પીડિતાના પરિવારના સભ્યોએ તેની સારવાર બાંદામાં કરાવી હતી.
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે બંદાથી સારવાર કરાવીને પોતાના સાસરિયા ઘરે પરત આવી ત્યારે પતિએ તેને અડધી રાતે ઘરની બહાર ફેંકી દીધી હતી. આ પછી તે પરેશાન થઈ ગઈ અને અજાણતા ટ્રેનમાં બેસીને બિહાર પહોંચી ગઈ હતી. એક દિવસ ત્યાં કોઈક સ્ટેશનમાં વિતાવ્યો હતો. આ પછી આરોપી અનુજે તેને સમજાવ્યો અને ઘરે બોલાવી હતી. પરંતુ આ પછી પણ અનુજ તેને હેરાન કરતો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, પતિ અનુજ આખો દિવસ અન્ય મહિલા સાથે વાત કરે છે.
પોલીસમાં ફરિયાદ લઈને આવેલી ન્યૂસ એન્કરના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. તેના પતિ અને સાસુ દ્વારા હુમલો દરમિયાન, તેણીએ મોબાઇલમાં ઓડિયો રેકોર્ડ કર્યો હતો. આ ઓડિયોમાં, પતિના ચીસો અને તેને મારવાનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. સીઓ દીક્ષા સિંહના જણાવ્યા અનુસાર, મહિલાની ફરિયાદના આધારે પતિને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.