સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્વયો છે ત્યારે નદીઓ પણ બે કાંઠે વહેતી થઇ છે.અને હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોઈ ત્યારે શિવ ભક્તો પણ મોટી સંખ્યામાં શિવ મંદિરે જઈને શિવજીને જળાભિષેક કરતા હોઈ છે.એવામાં જ હાલ આપણે વાત કરીશું તો સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરની… કે જે મંદિરમાં નદીના પાણી ખુદ શિવજીના દ્વારે આવ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.એટલે કે સાબરમતી નદીનું પાણી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવનો અભિષેક કરવા પહોચ્યું છે.
વાત જાણે એમ છે કે ધોધમાર વરસાદ ને લઈને ધરોઇ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવતા નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાય. જેને કારણે સાબરમતી નદીની બાજુ માં આવેલું ભગવાન શિવાજી નું મંદિર કે જેમાં આ નદીનું પાણી પહોચ્યું છે. અને હજુ પણ જો નદીમાં પાણી છોડવામાં આવશે તો મંદિર અને પરિસર બંને પાણીમાં ગરકાવ થઇ જવાની આશંકાઓ છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણમાસ ચાલી રહ્યો હોઇ ત્યારે શિવ ભક્તોની ભારે ભીડ ભગવાન શિવના મંદિરે ઉમટી પડે છે.
View this post on Instagram
ભક્તો પણ જયારે મહાદેવજી ના દર્શન કરવા આવે છે ત્યારે આ મંદિર માં નદીનું પાણી આવતા દ્રશ્યો જોઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે. બધાજ ભક્તોમાં દુર દુર થી વહેતું આવતું પાણી જોઇને અનેરી લાગણી જોવા મળી. એટલુજ નહિ પરંતુ ઘણા ભક્તોએ તો આવા દ્રશ્યો મોબાઇલમાં કેદ કરી લીધા. સપ્તેશ્વર મહાદેવ મંદિરનો નજારો કઈક અલગ જોવા મળ્યો.
જો વાત કરવામાં આવે તો ધરોઈ ડેમમાં હાલ પાણી ની આવક થઇ છે. મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં 36 હજાર 382 ક્યુસેક પાણીની આવક થઇ.અ ને 36 હજાર 382 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ ધરોઈ ડેમની જળસપાટી 619.02 ફૂટ નોંધાય. હાલતો આ ધરોઈ ડેમમાં 88.47 ટકા પાણીનો સ્ટોક નોંધાતા ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.તેથી જ સાબરમતી નદીની બાજુમાં આવેલા ભગવાન શિવજીના મંદિરમાં નદીનું પાણી પહોચી ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.