પહેલાં પોર્નસ્ટાર રહી ચુકેલી મિયા ખલીફા હવે તે એડલ્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પોતાના નામને દૂર કરવા માગે છે. મિયા,એડલ્ટ વેબસાઈટ્સ પરથી પોતાના વીડિયોઝને દુર કરવાના પ્રયત્નો કરી રહી છે,અને તેમાં લોકો તેને મદદ પણ કરી રહ્યા છે.રિપોર્ટનાં જણાવ્યાં અનુસાર,મિયા ખલીફાએ એડલ્ટ વેબસાઈટ્સને જણાવતાં કહ્યું છે કે,તે મિયાના 6 વર્ષ જુના વીડિયોઝને નવા બતાવીને વાયરલ કરવાનું અને તેના દ્વારા પૈસા કમાવાનું બંધ કરી દે.તે માટે મિયાએ એક પિટીશન પણ ફાઈલ કરી છે.
હવેથી મિયા ખલીફા એ વાતથી ખુશ છે કે,લોકો તેનો મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે,અને પિટીશનને સાઈન કરી રહ્યા છે.તેણે એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે,હવે તેના પિટીશનને 1.5 મિલિયન લોકોએ સાઈન કરી દીધી છે.વીડિયો શેર કરતા મિયા ખલીફાએ લખ્યું હતું કે,’પિટીશનને આશરે 1.5 મિલિયન સહીઓ મળી ગઈ છે.હું તે બધાને પોતાના હાથેથી લખેલી ‘થેંક યુ’ નોટ્સ મોકલવાની તૈયારી કરી રહી છું’.
મિયા ખલીફાના આ વીડિયોમાં ઘણીખરી બાબતો લખેલી જોઈ શકાય છે.આ વીડીયોમાં તે કંઈક પીવાનો પ્રયાસ કરી રહી છે,જેમાં તેને જરા પણ રસ નથી.આ ડ્રિંકને તેણે શેમિંગ,વિક્ટિમ બ્લેમિંગ,ખરાબ કોન્ટ્રાક્ટ વગેરે અન્ય નામો પણ આપ્યા છે.સાથે-સાથે તેણે એડલ્ટ ઈન્ડસ્ટ્રી પર વ્યંગ કરતા લખતાં કહ્યું છે કે,15 બિલિયન ડૉલરની એક ઈન્ડસ્ટ્રી તેમાં કામ કરનારી સ્ત્રીઓને સુરક્ષા પણ પૂરી નથી પાડી શકતી.
આપને જણાવી દઈએ કે,મિયા ખલીફાએ હાલમાં જ પોતાનાં નાકની સર્જરી કરાવી છે.તેણે તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.નાકની સર્જરી પછી મિયાના નાકનો આકાર અને દેખાવ ખૂબ જ બદલાઈ ગયો છે.મિયાએ પોતાની 1 પોસ્ટમાં સોશિયલ મીડિયા પર દેખાતી સ્ત્રીઓને આઈડિયલ માનવાની ના પાડી દીધી હતી.તેણે એમ પણ લખ્યું હતું કે,સોશિયલ મીડિયા પર દેખાતી સ્ત્રીઓની પૂજા ન કરો અને પોતાની સરખામણી તેમના આધાર પર ન કરો, જે અવાસ્તવિક જણાઈ આવે છે.
આ સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે,કઈ રીતે તેણે સુંદર દેખાવ માટે પોતાના શરીરના જુદાં-જુદાં અંગોની સર્જરી કરાવવી પડી છે.આપને જણાવી દઈએ કે,મિયા ખલીફાએ આ વર્ષે જ પોતાના બોયફ્રેન્ડ રોબર્ટ સૈંડબર્ગની સાથે લગ્ન કરી લીધા છે.આ બાબતની જાણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.હવે તે પોતાના વૈવાહિક જીવનનો આનદ માણી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news