ગુજરાત(GUJARAT): ભારત વિશ્વમાં ‘સ્ટાર્ટઅપ’ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુવાનો અવનવી રીતે નવા-નવા ઇનોવેટિવ આઈડિયાની મદદથી નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે. તેવામાં આવા જ ઉદ્યોગ સાહસિકોને મદદ પૂરી પાડવા માટે સરકાર પણ કામ કરી રહી છે. ઈન્ટેગ્રિટી, ઈન્ક્લુઝન, ઇનોવેશન અને ઈમ્પેક્ટ ફોર આઈને અનુસરી ઉભરતા સ્ટાર્ટઅપને ‘સ્ટાર્ટઅપ સ્ટેયર્સ’ અને ‘NSDC’ (ધ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા આયોજિત ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ વિથ 4 આઈ’’ અંતર્ગત સીડ ફંડિંગ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જેમાં ગુજરાતમાં થોડા જ સમયમાં મીડિયા ક્ષેત્રે ઉભરી આવનાર ટેકનોલોજી કંપની ‘ન્યૂઝરીચ’નો દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સમાવેશ કરાતા કંપનીએ એવોર્ડ અને રૂપિયા 1 કરોડનું ફંડિંગ મેળવ્યું હતું. આ કંપનીએ પોતાના પ્લેટફોર્મ દ્વારા કોન્ટેન્ટ ક્રીએટર્સ, લાયસન્સ, ડીસ્ટ્રીબ્યુશન્સ નેટવર્ક ઉભું કર્યું તેમજ દેશમાં પ્રથમ વખત લોકલ ન્યૂઝ કમ્યુનિટી ઉભી કરી છે. દેશભરના હાઇપર લોકલ પબ્લિકેશન્સને ડિજિટલ મીડિયા ક્ષેત્રે સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી દેશમાં અનોખી પહેલ બદલ તેમને ઉદ્યોગ જગત દ્વારા પણ બિરદાવવામાં આવ્યા હતા.
આ એવોર્ડ સમારોહ દિલ્હી ખાતે યોજાયો હતો. જેમાં દેશભરમાંથી ઉદ્યોગ સાહસિકોના 150 જેટલા નોમિનેશન આવ્યા હતા. જેમાંથી જ્યૂરી દ્વારા ‘ન્યૂઝરીચ’નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાના હસ્તે ‘ન્યૂઝરીચ’ કંપનીના સીઈઓ દર્શન શાહને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ભારત બની રહ્યું છે આંતરાષ્ટ્રીય રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર
દેશે છેલ્લા 6 વર્ષની અંદર સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. વિશ્વભરના રોકાણકારોની નજર ભારત પર છે. એક અહેવાલ પ્રમાણે 2014માં 7000થી વધીને 2020 સુધીમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 50,000 સુધી પહોંચી છે. ટેકનોલોજી, મીડિયા એન ઈ કોમર્સ, હેલ્થ કેર, ફાઇનાન્સ ક્ષેત્ર સાહસિકો સફળતાનાં શિખરો હાંસલ કરી રહ્યા છે. જેથી રોકાણકારો માટે પહેલી પસંદ બન્યા છે.
જાણો ‘સ્ટાર્ટઅપ સ્ટેયર્સ’ વિશે…
‘સ્ટાર્ટઅપ સ્ટેયર્સ’ ઉદ્યોગ જગતના નિષ્ણાતો દ્વારા ચલાવવામાં આવે છે. જેના ડિરેક્ટર તરીકે પ્રીત સિંધુ કાર્યરત છે. જેમના દ્વારા દેશમાં ઉભરી રહેલા સ્ટાર્ટઅપ્સને મદદ પુરી પાડવાના હેતુથી કામ કરાઈ રહ્યું છે. જે માર્ગદર્શન, પ્રોત્સાહન અને ઉદ્યોગ સાહસિકોમાં નવો બદલાવ લાવવા માટે કામ કરે છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સને વધુ ઉડાન આપવા માટે સીડ-રાઉન્ડમાં ફંડિંગ પણ આપવામાં આવે છે. ‘‘સીડ-સ્ટેજ એક્સિલરેટર સ્ટાર્ટઅપ સ્ટેયર્સ’’ અને ‘‘ધ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન’’ (NSDC) સાથે મળીને સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા માટે ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ દ્વારા આ ફંડીંગ પૂરું પાડવામાં આવે છે. તાજેતરમાં ભારતમાં 15 ઉભરતા સ્ટાર્ટઅપ્સને 25 લાખથી લઈને 5 કરોડનું ફંડીંગ પૂરું પાડવામાં આવ્યું હતું. મીડિયા અને મનોરંજન, ફેશન ટેક્નોલોજી, ઈ-કોમર્સ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, હોસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ ટેક વગેરે કેટેગરીમાં વિવિધ સ્ટાર્ટઅપ્સએ એપ્લાય કર્યું હતું. જેમાં ગુજરાતમાંથી ‘ન્યૂઝરીચ’ને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
અમે આ ફંડ, ટેકનોલોજી એડવાન્સમેન્ટ માટે ઉપયોગ કરીશું: દર્શન શાહ
આ અંગે ‘ન્યૂઝરીચ’ના CEO દર્શન શાહે જણાવ્યું હતું કે, ‘‘ન્યૂઝરીચ સ્પોન્સર્ડ કોન્ટેન્ટ/પ્રેસ રીલીઝ માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ બની રહ્યું છે. ઇન્ડિયામાં પી.આર.નું માર્કેટ ફાસ્ટ ગ્રો થઈ રહ્યું છે. એડવર્ટાઈઝમેન્ટ માટે ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ બે ઓપ્શન આપે છે, એક સર્ચ એડ અને બીજું ડીસપ્લે એડ. પરંતુ સ્પોન્સર્ડ કોન્ટેન્ટ/પ્રેસ રીલીઝ માટે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ હાલમાં ઉપલબ્ધ નથી. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ‘ન્યૂઝરીચ’ પી.આર માટેનું દેશનું પ્રથમ ટેક પ્લેટફોર્મ બન્યું છે. તેને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘ન્યૂઝરીચ’ની મહેનતને એવોર્ડ થકી પ્રોત્સાહન આપવા બદલ હું ‘સ્ટાર્ટઅપ સ્ટેયર્સ’નો ખૂબ ખૂબ આભાર માનું છું અને ‘ન્યૂઝરીચ’ને જે ફંડ એવોર્ડ થકી મળ્યું છે તે આગામી સમયમાં ‘ન્યૂઝરીચ’ના વિઝનને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી એડવાન્સમેન્ટ માટે ઉપયોગ કરીશું.’’
‘ન્યૂઝરીચે’ ટૂંક સમયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી
ગુજરાતના અમદાવાદ શહેરથી ‘ન્યૂઝરીચ’ની ટ્રેડિશનલ મીડિયા ક્ષેત્રે બદલાવ લાવવા અને ડિજિટાઇઝેશન ક્ષેત્રને આગળ વધારવાના હેતુસર કંપનીની શરૂઆત કરાઈ હતી. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો પત્રકારો અને પબ્લિકેશન હાઉસને ડિજિટલ બનાવવાની એક પહેલ થકી આ મીડિયા ટેક કંપનીએ થોડા જ વર્ષોની અંદર ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં દેશભરના હજારો પત્રકારો અને 2000થી વધુ પબ્લિશર્સ સાથે કામ કરી અને પત્રકારત્વ ક્ષેત્રેને ડિજિટલ તરફ આગળ વધવા માટે મદદ કરી છે. આ ઉપરાંત માર્કેટપ્લેસના માધ્યમથી પત્રકારત્વ ક્ષેત્રે પબ્લિશર્સ અને પત્રકારો વચ્ચેનો ગેપ ઘટાડવામાં પણ મદદ કરી છે તેમજ રોજગારીની નવી તક પણ ઉભી કરી છે. આટલાથી જ સીમિત નથી થતું પરંતુ ડિજિટલ પી.આર.ના ક્ષેત્રે પણ ઉપલબ્ધીઓના એક પછી એક શિખર કંપની સર કરી રહી છે.