ગુજરાત(Gujarat): રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ને કારણે વરસાદ થવાની આગાહી(Rain forecast) હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 5 એપ્રિલના સવારના 8.30થી 7 એપ્રિલના સવારના 8.30 દરમિયાન માવઠાની અસર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ બાદ વરસાદની સંભાવના ના રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું, જોકે, હવે ધીમે-ધીમે ગરમીનું જોરમાં પણ વધારો થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ સુધી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં હાલ પણ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે, તેની પાછળનું કારણ હવામાં રહેલો ભેજ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ, કરા અને માવઠા થઈ રહ્યા છે. જેના કારણે ઉનાળા દરમિયાન પણ વાતાવરણમાં ભેજ વધવાથી તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.