કોરોનાને લઈને એઈમ્સના ડોકટરે આપી મહત્વની જાણકારી – જાણો ક્યાં સુધી દેશને કોરોનાથી ડરી-ડરીને જીવવું પડશે?

દેશમાં કોરોના(Corona) સંક્રમણના કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હજુ પણ કોરોનાની ત્રીજી લહેર(third wave) સતાવી રહી છે. હજુ જો આપણે બેદરકારી દાખવશું તો આવનારો સમય આપણા સૌ માટે કાળ સમાન સાબીત થઇ શકે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર(second wave) હજુ શરુ જ છે જોકે રાહતની વાત કહી શકાય કે, ગુજરાત(Gujarat) જેવા ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ(Corona virus)ના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કોરોના વાયરસને લઈને લોકોને ડર સતાવી રહ્યો છે.

આગામી છ અઠવાડિયા અતિ મહત્વપૂર્ણ:
ભારતમા હવે આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી એમ બે મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારની સિઝનમાં બેદરકારીનાં કારણે કોરોના વાયરસનાં કેસ ફરીથી વધી શકે તેવી સંભાવનાઓ છે. ભીડ અને ટોળા ભેગા કરવાને લીધે ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપી રહ્યા છીએ. એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવતા કહ્યું છે કે, આગામી છ થી આઠ અઠવાડિયા અતિ મહત્વપૂર્ણ છે. ત્યારે હવે આગામી સમયમાં જરા પણ બેદરકારી દાખવવી ખતરા રૂપ સાબિત થઇ શકે છે.

સાવચેત રહેવું છે ખુબ જ અનિવાર્ય:
એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, આગામી તહેવારોની સિઝનમાં આપણે સાવધાન રહેવાની ખુબ જ જરૂર છે. જો આગામી આઠ અઠવાડિયા સુધી સાવચેત રહ્યા તો કોરોના વાયરસનાં કેસની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધાઈ શકે છે.

કેસો ઘટી રહ્યા છે પરંતુ સાવચેત રહેવું ખુબ જ જરૂરી:
ભારતમાં કોરોના વાયરસનાં નવા 26,727 કેસ સામે આવ્યા છે જ્યારે 28,246 દર્દીઓ કોરોનાને હરાવ્યો છે અને 277 દર્દીઓનું કોરોના વાયરસનાં કારણે મૃત્યુ થયા છે.

તહેવારોમાં સાચવજો, નહિતર મર્યા માનજો:
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમા ખાસ કરીને જોવા જઈએ તો નવરાત્રી અને દિવાળીમાં જ માર્કેટમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. સાથે સાથે ગુજરાત રાજ્યમાં તો નવરાત્રી પણ થાય છે જેમા શેરીએ શેરીએ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળશે. ત્યારે એઈમ્સના ડૉક્ટર રણદીપ ગુલેરિયાની આ ચેતવણી ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય છે. ત્યારે મહત્વનું કહી શકાય કે, આ એ જ રણદીપ ગુલેરીયા છે જેમણે થોડા જ દિવસ અગાઉ કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે આવે તેની શક્યતા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે અથવા તો કહી શકાય કે ત્રીજી લહેર દસ્તક જ નહિ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *