એરપોર્ટ ઉપર ચેક કર્યું યુવકનું પેન્ટ તો પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ કે.., જોઈને પોલીસ પણ ગોટે ચડી

નવી દિલ્હી(New Delhi): તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં દેશના એરપોર્ટ(Airport) પર તસ્કરો સોનાની સ્મગલિંગ(Gold Smuggling) કરવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે…

નવી દિલ્હી(New Delhi): તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં દેશના એરપોર્ટ(Airport) પર તસ્કરો સોનાની સ્મગલિંગ(Gold Smuggling) કરવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે હાલમાં એરપોર્ટ પરથી સોનાની સ્મગલિંગ કરતા એક તસ્કરની ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, તસ્કરી કરનાર પણ રોજ રોજ નવી નવી રીત અપનાવીને સુરક્ષા એજન્સીઓ(Security agencies)ની નજરમાંથી બચવાનો રસ્તો કાઢતા હોય છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇમ્ફાલ એરપોર્ટ (Imphal Airport)પર સીઆઈએસએફની (CISF)ટીમ દ્વારા એક એવા પ્રવાસીને પકડી પાડવામાં આવ્યો છે જે પોતાના પ્રાઇવેટ પાર્ટ(Private Part)માં સોનું સંતાડીને તસ્કરી કરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, સીઆઈએસફની ટીમ તરફથી એરપોર્ટ પર સખત તપાસ દરમિયાન પ્રવાસીને પકડી પાડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, જે પ્રવાસીને ગોલ્ડની તસ્કરીના આરોપમાં પકડ્યો છે તેની ઓળખ કેરલના એમડી શરીફના રૂપમાં થઇ છે. આ પ્રવાસી પાસેથી 909 ગ્રામ સોનું મળી આવ્યું છે. આરોપી પ્રવાસી ગોલ્ડને રેક્ટમમાં સંતાડીને ઇમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ ગોલ્ડની કિંમત 42 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

CISFના પ્રવક્તાના અનુસાર, ઇમ્ફાલ એરપોર્ટ પર રહેલા એસઆઈ બી દિલ્હીએ શંકાના આધારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ-890 પર ઇમ્ફાલથી દિલ્હી જઈ રહેલા એક પ્રવાસીને સુરક્ષા હોલ્ડ એરિયામાં ચેકિંગ માટે રોક્યો હતો. જ્યાં તેની બોડી કેવિટીમાં કેટલાક મેટલ પદાર્થ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જેની પૂછપરછમાં તે કશું જવાબ આપી શક્યો ન હતો.

ત્યારબાદ મેડિકલ તપાસ માટે રૂમમાં લાવવામાં આવ્યો હતો અને તેના શરીરના નીચેના ભાગનો એક્સ રે કરવામાં આવ્યો હતો. જેમાં મેટાલિક આઈટમના રેક્ટમમાં સંતાડવાની માહિતી મળી હતી. બાદમાં આરોપી પ્રવાસીએ બોડી કેવિટીમાં ગોલ્ડને પેસ્ટના રૂપમાં લઇ જવાની વાત જણાવી હતી. જાણવા મળ્યું છે કે, આ આરોપીની બોડીમાંથી ચાર પેકેટ ગોલ્ડ પેસ્ટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 909.68 ગ્રામ હતું અને તેની કિંમત 42 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *