ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતાં નેશનલ હાઈવે વડોદરા- દહીસર નેશનલ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. તે બનાવવા માટે અંદાજે 4732 કરોડનો ખર્ચ થયો હતો. તેની સામે સરકાર સાથે ભાગીદારીમાં રહેલી એજન્સીઓએ બમણો ટોલ ટેક્ષ ઉઘરાવે લીધો છે અને હજી બે વર્ષ સુધી આ ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ રહેશે. આ ચોંકાવનારો ખુલાસો સુરતના સંજય ઇઝાવા નામના આરટીઆઇ એક્ટિવિસ્ટ એ કર્યો હતો.
વડોદરા દહીંસર નેશનલહાઇવેનું બાંધકામ અલગ અલગ સેક્ટર અનુસાર અલગ-અલગ કંપનીએ કોન્ટ્રાક્ટ થી કામ કર્યું હતું વડોદરા થી ભરૂચ ટોલ રોડ નું બાંધકામ 1450 કરોડના ખર્ચે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ કહ્યું હતું. ભરૂચ થી સુરત સુધીના હાઇવેનું કામ IDAA એ કર્યું છે. જ્યારે સુરત થી દહીસર ટ્રેક્ટર નું બાંધકામ IRB કંપનિએ 1693.75 કરોડના ખર્ચે કર્યું હતું.
આ તમામ હાઇવે પર સરકારની હિસ્સેદારી હોય છે. કોન્ટ્રાક્ટ દરમિયાન શરતોને આધીન ટોલ ટેક્ષની રકમ ની અમુક ટકાવારી સરકારને આપવી પડતી હોય છે. વડોદરા થી ભરૂચ હાઈવે પર અત્યાર સુધીમાં એલ એન્ડ ટી એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ 2640 કરોડની ઉઘરાણી કરી લીધી છે. જ્યારે ભરૂચ થી સુરત વચ્ચે ida કંપનીએ 1673 કરોડની ઉઘરાણી કરી લીધી છે અને સુરત થી દહીસર વચ્ચે IRB એ બનાવેલા હાઇવે પર અધધ 5105 કરોડ રૂપિયા ની ઉઘરાણી કરી લીધી છે. પરંતુ હજી સુધી કયા કારણોસર આ રસ્તાઓ ની રકમ વસુલ લઈ જવા છતાં ટોલનાકા ક્યા કારણોસર શરૂ રાખવામાં આવેલા છે. તે સવાલ દરેક ગુજરાતીઓ ને જરૂર થશે.
આવકના આંકડા 31 માર્ચ 2019 સુધીના જ છે હજુ પણ આ ટોલનાકા પર ટોલ ઉઘરાવવાની અંતિમ તારીખ 2021 22 સુધીની નક્કી કરવામાં આવેલી છે. આમ 47o 32 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા હાઈવે ના વપરાશ માટે દેશના નાગરિકો પાસેથી 9419 કરોડ ઉઘરાવી લેવા માં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.