ગુજરાતનું ISI કનેક્શન: પાકિસ્તાની એજન્ટને મદદ કરનાર ગુજરાતી યુવક બે વખત પાકિસ્તાન જઈ આવ્યો

આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર ગુજરાત હમેશા હોય છે. ત્યારે ફરી એકવાર તપાસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનને નજીક આવેલા સરહદી કચ્છનું જોડાણ વધુ એકવાર ISIના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગઈ  19 જાન્યુઆરીના રોજ વારાણસીમાંથી પકડાયેલાં ISI એજન્ટ મોહમ્મદ રાશિદ ઈદ્રીશના ખાતામાં પેટીએમ દ્વારા જમા થયેલાં 5 હજાર રૂપિયાની તપાસમાં આ પૈસા ગુજરાતના મુન્દ્રાના કુંભારવાસમાં રહેતાં રઝાક સુમાર કુંભારે ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો છે.

આ અંગે NIA એ માહિતી આપી છે કે, આતંકવાદી સંગઠનની સૂચનાના પગલે રઝાક કુંભારે પેટીએમ દ્વારા રીઝવાન નામના વ્યક્તિના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ પૈસા રીઝવાને રાશિદને આપ્યા હતા. NIA એ રઝાક કુંભારના ઘરની તપાસ કરતા ત્યાંથી કેટલાક અત્યંત સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે.

આ ઉપરાંત રઝાક વિશે અન્ય ચોંકાવનારી માહિતી પણ મળી કે, રજાક કુંભારે પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કર્યાં છે. અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે. રઝાક કેટલાં સમયથી ISI માટે કામ કરતો હતો. કચ્છમાં તેની સાથે અન્ય કોઈ એજન્ટ કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ સઘન પૂછપરછ થઇ રહી છે.

ઉત્તરપ્રદેશ સ્થિત ત્રાસવાદ વિરોધી દળ(ATS) અને મિલિટરી ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગત 19 જાન્યુઆરીના રોજ વારાણસીમાંથી મોહમ્મદ રાશિદ ઈદ્રીશ નામના 23 વર્ષિય યુવકની ધરપકડ કરી હતી. મૂળ ચંદોલીના મુગલસરાઈના રહેવાસી રાશિદના સંબંધી પાકિસ્તાનમાં રહેતાં હોઈ લગ્નપ્રસંગે તે 2017 અને 2018માં પાકિસ્તાન જઈ આવ્યો હતો. ત્યાં તે ISI હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો.

પૈસાની લાલચમાં રાશિદે ISI માટે કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે વારાણસીના વિવિધ ઘાટ, મહત્વના મંદિરો, રેલવે સ્ટેશન, લખનૌના વિવિધ વ્યૂહાત્મક સ્થળો, મિર્ઝાપુર અને સોનભદ્ર જેવા નક્સલાઈટ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ કેમ્પ વગેરેની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ વોટ્સએપ મારફતે સામે સહરદની પાર આવેલા પાકિસ્તાનમાં તેના આકાને શેર કર્યાં હતા. ત્યારે આતંકીઓનું ગુજરાત કનેક્શન સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસ પણ સાબદી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *