આ ખેતમજુર છવાયો યુટ્યુબ પર: જુઓ વીડિયોમાં એવું તો શું કામ કર્યું કે લોકો કરી રહ્યા છે શેર

Published on: 2:07 pm, Wed, 1 May 19

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જો ઈરાદો મજબૂત હોય તો કોઈ કામ અશક્ય નથી. આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે. કેન્યાના નિકોલસ મુચામીએ Nicholas Muchami. નિકોલસે એકલા હાથે 1 કિમી લાંબો રસ્તો બનાવ્યો છે. મુચામીએ બનાવેલા રસ્તાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાહસિક કાર્ય માટે તેના વખાણ લોકો કરી રહ્યા છે. નિકોલસ આ કામ કર્યા બાદ તેના ગામ માટે હીરો બની ગયો છે.

નિકોલસએ પોતાના ગામ અને કેગાંડા શોપિંગ સેન્ટરને જોડતો એક કિમીનો રસ્તો જાતે બનાવ્યો છે. 45 વર્ષીય નિકોલસ ખેતમજૂરી કરી અને કમાણી કરતો વ્યક્તિ છે. જો કે રસ્તો બનાવવા માટે તેણે મજૂરી કામ પણ છોડી દીધુ હતું. નિકોલસએ આ રસ્તો માત્ર 6 દિવસમાં બનાવી લીધો છે.

તે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રસ્તો બનાવવાનું કામ કરતો રહેતો. નિકોલસે એક મુલાકાત દરમિયાન જણાવ્યું કે આ રસ્તો બનાવવા માટે તેણે નેતાઓને રજૂઆત કરી હતી પરંતુ તેમણે કોઈ કામ કર્યું નહીં એટલે તેણે જાતે જ આ કામ કરવાનો નિર્ણય કરી લીધો.

મુચામીએ જે રસ્તો બનાવ્યો છે તેના કારણે ગામ લોકો સરળતાથી કેગાંડા માધ્યમિક વિદ્યાલય સુધી અને અન્ય જરૂરીયાતના સ્થાન સુધી સરળતાથી પહોંચી શકે છે. જો કે આ રસ્તાના લેવલિંગનું કામ હજુ પૂર્ણ થયું નથી પરંતુ મુચામી તેને પણ ટુંક સમયમાં કરી દેશે.