સવારે નૈણા કોઠે પાણી પીવાનાં અનેક ફાયદા તમે નહિ જાણ્યા હોય…

Published on Trishul News at 1:59 PM, Wed, 1 May 2019

Last modified on May 1st, 2019 at 1:59 PM

આજે મોટાભાગનાં લોકો સવારે ઉઠીને પહેલા એક ગ્લાસ પાણી પીવાનું પસંદ કરે છે. જો તમે તમારી સેહતને તરોતાજા રાખવા માંગો છો તો સવારે નૈણા કોઠે એકથી બે ગ્લાસ પાણી પીવુ. તમને જણાવી દઇએ કે ખાલી પેટ પાણી પીવાથી શરીરની દરેક ગંદકી દૂર થઇ જાય છે. સવારે નૈણા કોઠે પાણી પીવાથી બિમારીઓને કાબુમાં લઇ શકાય છે. જો તમે શરૂઆતમાં બે ગ્લાસ પાણી નતી પી શકતા તો શરૂઆત એક ગ્લાસ પાણી જ કરો. અને હા કોઇ ગંભીર બિમારીમાં તમે છો તો આ નુસ્ખો શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો. ઘણીવાર બિમારીની દવા તમારા ઘરમાં જ હોય છે પણ તેને તમારી આંખો જોઇ શકતી નથી.

સવારે નૈણા કોઠે પાણી પીવાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થઇ જાય છે. સાથે નવી કોશિકાઓનું નિર્માણ થાય છે. ત્વચા ચમકદાર બને છે. શરૂઆત તમે એક ગ્લાસ પાણીથી કરી શકો છો. પછી ધીરે ધીરે તમે બે,ત્રણ એ રીતે આગળ વધી શકો છો. જો તમને કોઇ ગંભીર બિમારી છે અથવા શ્વાસની તકલીફ છે ત્યારે નિસ્ખો શરૂ કરતા પહેલા તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

નૈણા કોઠે પાણી પીવાનાં આ છે ફાયદા

જે લોકો સવારે ઉઠી નૈણા કોઠે પાણી પીવે છે તે કબજીયાતની બિમારીથી દૂર રહી શકે છે.

સવારે ઉઠીને વધુ પાણી પીવાથી સ્નાયુઓ મજબૂત બને છે.

વજન ઘટાડવામાં આ નુસ્ખો મદદરૂપ બને છે.

તમારા શરીરને તંદુરસ્ત બનાવે છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ બને છે.

સવારે ઉઠી નૈણા કોઠે પાણી પીવાથી પેટ સાફ રહે છે જેથી પેટને લગતી બિમારીથી દૂર રહી શકાય છે.

તમારી ભૂખને સતત વધારે છે.

તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.

Be the first to comment on "સવારે નૈણા કોઠે પાણી પીવાનાં અનેક ફાયદા તમે નહિ જાણ્યા હોય…"

Leave a comment

Your email address will not be published.


*