ગુજરાત(Gujarat)ના ભાવનગર જિલ્લા(Bhavnagar district)ના સિહોર(Sihor)માં એક ફેક્ટરીમાં વિસ્ફોટ(Explosion in the factory) થતાં નવ કામદારો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે કામદારો જયારે ફેકટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સર્જાય હતી. તે આ ઘટના દરમિયાન ઈર્જા થયેલ લોકોને ભાવનગરની સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.
જયારે ફેકટરીમાં કામકરનાર એક યુવકનું કહેવું છે કે, ફેકટરીમાં બહારથી આવેલા ભંગારને ભઠ્ઠીમાં નાખવાના કારણે વિસ્ફોટની ઘટના સર્જાય હતી. આ ઘટના ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી. નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં એક ફેકટરીમાં સર્જાય હતી. આ ઘટના રાત્રીના સમયે બની હતી. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે આ ફેકટરીમાં 12થી વધુ લોકો ફસાયા હતા. જયારે ઈર્જાગ્રસ્તને બચાવવા માટે વલભીપુર, સિહોર, નારી અને ભાવનગરની 108ની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી.
વિસ્ફોટ થયેલ ફેકટરીના મેનેજર ભરતભાઈ હોવાનું જાણવા મળ્યું છે જયારે તેના માલિક ઝકરીયાભાઈ અને અન્ય એક રજપુત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા સિહોર પી.આઈ., ઘાંઘળી જી.પં. સભ્ય ભોળાભાઈ ચુડાસમા સહિતના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા.
ઈજા પામેલ કામદારોની જાણ સુશીલકુમાર શ્રીરામપાલ ઉં.વ.25 અને ઘાંઘળીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ રાજેશકુમાર નેતાભાઈ સીંધી, રામશુકલ બિન્દા પ્રસાદપાલ અને તેની 23 વર્ષીય છે. અમરકુમાર જગદીશરામની 30 વર્ષીય છે. ઓમપ્રકાશપાલ 24 વર્ષીય, બુદ્ધરાજપાલ 28 વર્ષીય, રમેશ યાદવ 28 વર્ષીય છે જયારે આ તમામ ઘાંઘળી રોડ-સિહોરના રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.