જે જગ્યાએ પત્નીને પહેલીવાર પ્રપોઝ કર્યું હતું, તે જ રોમેન્ટિક સ્થળે ફરવા જતા મળ્યું દર્દનાક મોત

હાલમાં જ એક દંપતી(Couple) તેમની જૂની યાદોને તાજી કરવા રોમેન્ટિક સ્થળે(Romantic place) ગયા હતા. તે જ દરમિયાન આ કપલ સાથે અકસ્માત(Accident) થયો. ખરેખર, પતિ તેની…

હાલમાં જ એક દંપતી(Couple) તેમની જૂની યાદોને તાજી કરવા રોમેન્ટિક સ્થળે(Romantic place) ગયા હતા. તે જ દરમિયાન આ કપલ સાથે અકસ્માત(Accident) થયો. ખરેખર, પતિ તેની પત્ની સાથે એક ટેકરી પર ગયો હતો. તેણે એકવાર આ ટેકરી પર જ તેની પત્નીને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ તેઓ જૂની યાદો તાજી કરવા ગયા હતા પરંતુ તે સમયે પતિનો પગ લપસી ગયો અને 300 ફૂટ નીચે ઉંડી ખીણમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં પતિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે પત્નીને ઘેરો આઘાત લાગ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, યુકેના માન્ચેસ્ટરમાં રહેતા 54 વર્ષીય ડૉ. જેમી બટલર તેમની પત્ની માર્ગારેટ સાથે વેકેશન ડેસ્ટિનેશન પર ગયા હતા, જે લેક ​​ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. તે તળાવો અને ટેકરીઓથી ઢંકાયેલી સુંદર જગ્યા છે. બટલરે 27 વર્ષ પહેલા આ પહાડી વિસ્તારમાં લગ્ન માટે માર્ગારેટને પ્રપોઝ કર્યું હતું. આવી સ્થિતિમાં આ કપલ પોતાની જૂની યાદોને તાજી કરવા માટે હાલમાં જ એ જ સ્થળે પહોંચ્યું હતું. જો કે, નિયતિની બીજી જ યોજના હતી.

વાસ્તવમાં, પહાડી પર ધુમ્મસને કારણે તે દિવસે વિઝિબિલિટી ઓછી હતી. આ કારણે પત્ની સાથે ટેકરી પર ચાલતી વખતે બટલરનો પગ લપસી ગયો અને તે 300 ફૂટ નીચે પડી ગયો. આ અકસ્માતમાં બટલરનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ પર્વત બચાવ ટીમને પાછળથી ડો. બટલરનો મૃતદેહ ટેકરીની ખીણમાં મળી આવ્યો હતો. તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. માથું પણ ફૂટ્યું હતું. તેમની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, બટલરનું મૃત્યુ અકસ્માત હતો. અકસ્માત પછી, માર્ગારેટ રડી પડી અને કહ્યું કે બટલર તેને ખૂબ પ્રેમ કરે છે. આ અક્સ્માત થતા બે બાળકોએ નાની ઉંમરે પોતાની છત્રછાયા ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *