નવ મહિના પેટમાં સેવેલા બાળકનો જન્મ થતા, એવું તો શું થયું કે માતાએ જીવતા બાળકને ફેંકી દીધું

એક ગર્ભવતી મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો ત્યારે તેની કિલકારીઓથી માતાના ચહેરા ઉપર મુસ્કાન તો આવી ગઈ પરંતુ કેટલાક કલાકો બાદ જ, દયાહીન માતા માં તે બદલાઈ ગઈ. એક દિવસના માસૂમને રોડ ઉપર છોડી માતા ગાયબ થઈ ગઈ. આ હૈયુ હચમચાવનારી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની છે.

કાનપુરના જિલ્લા ડફરીન હોસ્પિટલમાં શનિવારના રોજ એક ગર્ભવતી મહિલા દાખલ થઈ. રવિવારના રોજ મહિલાને ડીલીવરી થઈ. તે મહિલાને એક સ્વસ્થ બાળક જન્મ્યો હતો.

થોડા સમય બાદ તે મહિલા પોતાના બાળકને લઈ હોસ્પિટલમાંથી ચૂપચાપ નીકળી ગઈ. હોસ્પિટલના ડોક્ટર અને નર્સ પણ મૂંઝવણમાં હતા કે મહિલા અને તેનું બાળક ક્યાં ચાલ્યા ગયા.

થોડા સમય બાદ ખબર પડી કે નવજાત બાળક નવીન માર્કેટના રોડ પાસે પડ્યું છે. તેની ખબર પોલીસને આપવામાં આવી.

ત્યારબાદ બાળકને કાનપુરના એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે ફરિયાદ લખી હવે મહિલાની શોધખોળ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *