ભાગેડુ હીરાવેપારી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ મામલે આજથી લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. નીરવ મોદી પર છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા બ્રિટનની અદાલતે મોદીની જામીન અરજી ને નકારતા તેને 11 મે સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો હતો. પ્રત્યાર્પણ મામલાની સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.
નીરવ મોદી ભારતમાં પંજાબ નેશનલ બેંકમાંથી બે અબજ ડોલરના કર્જા અને મની લોન્ડરિંગ મામલામાં દોશી છે અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવી ચૂક્યો છે. તેણે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ બ્રિટેનની અદાલતમાં પડકાર કર્યો છે. ૪૯ વર્ષીય નીરવ મોદી આ સમયે દક્ષિણ પશ્ચિમ લંડનની એક જેલમાં છે.
Fugitive diamond merchant Nirav Modi’s extradition trial to begin in London’s Westminster Magistrates’ Court today. There are fraud and money laundering charges against him. pic.twitter.com/w5CQ8eu80v
— ANI (@ANI) May 11, 2020
નીરવ મોદીને ભારતને સોંપવામાં આવે તેના સંબંધિત અરજીની સુનાવણી પાંચ દિવસ સુધી ચાલશે. બ્રિટનની સરકારે ભારતની અરજી પર કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી હતી. આ મામલો ભારતની બે તપાસ એજન્સીઓ સીબીઆઈ અને સતર્કતા નિર્દેશાલયમાં નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે મોદીએ ભારતીય બેંક માંથી ખોટા સહમતી પત્ર દેખાડી વિદેશમાં બેંકો પાસેથી કરજ લીધા અને તેના પૈસાની હેરાફેરી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news