ગુજરાત(Gujarat)માં હમણાં થોડા દિવસોમાં ઘણા બધા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓની બદલીઓ માં અમરેલીના એસપી નિર્લિપ્ત રાય (SP Nirlipat Rai) નો નામ પણ છે. એસપી નિર્લિપ્ત રાય છેલ્લા ૪૭ મહિનાથી અમરેલીમાં (Amreli) ફરજ બજાવી રહ્યા હતા.તમારી જાણ ખાતર જણાવી દઈએ કે અમરેલીમાં આજ સુધી 47 મહિના સુધી કોઇપણ એસ.પી રહ્યા નથી.આ પહેલી ઘટના છે કે જેમાં નિર્લિપ્ત રાય 47 મહિના સુધી અહીંયા ફરજ બજાવી.
નિર્લિપ્ત રાય કહ્યું કે કોઇ એક સ્થળે આટલો લાંબો સમય મેં પહેલી વાર પસાર કર્યો કેમકે અગાઉ પાંચ વર્ષની નોકરીમાં મને છ બદલીઓ મળી ચૂકી છે. રાજ્ય સરકાર દ્વારા નિર્લિપ્ત રાયને અમરેલીમાં મૂકવામાં આવ્યા હતા. અમરેલીમાં બીટકોઈન પ્રકરણ બનતા રાજ્ય સરકારે અમરેલી ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરખી કરવા માટે નિર્લિપ્ત રાયને અમરેલીમાં મૂકવામાં આવ્યા હતા.
જો કે શરૂઆતના સમયમાં ત્યાંના પોલીસ અધિકારીઓ અને માફિયાઓ નું એવું માનવું હતું કે આવા તો કેટલાય એસપીઓ આવીને ગયા છે.પરંતુ તેઓ અમારું કંઈ બગાડી શક્યા નથી. પરંતુ,નિર્લિપ્ત રાય એવી સ્થિતિ નિર્માણ કરી કે અમરેલીના ગુંડાઓ તો ઠીક ખુદ પોલીસ અધિકારીઓ પણ અમરેલી છોડવાની તૈયારીઓ કરવા લાગ્યા હતા.
નિર્લિપ્ત રાયની એવી વિચારધારા હતી કે ત્યારે જ કોઈ ગુંડો(gangster) મોટો બને જ્યારે તેને પોલીસ અને રાજનેતાઓ નું પીઠબળ મળે આથી પહેલાં તો તેમણે માફિયા સાથે સંબંધ ધરાવતા પોલીસ અધિકારીઓ અને શોધવાની શરૂઆત કરી જેના કારણે પોલીસમાં અને ગુંડાઓ માં તેમનો ડર બેસી ગયો હતો.
કાયદા ની તાકાત કોઈપણ ગુંડા કરતા અનેક ઘણી મોટી હોય છે. તેનો પરિચય નિર્લિપ્ત રાય અમરેલીના ઘણા બધા ગુંડાઓને કરાવ્યો હતો આ ગુંડાઓ પૈકી કેટલાક જ્ઞાતિ નો સહારો લઇ લોક આંદોલનના નામે નિર્લિપ્ત રાયની બદલી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળ રહ્યા ન હતા. અમરેલીની લેડી ડોન સહિત અનેક ગુંડાઓને નિર્લિપ્ત રાયે જેલમાં ધકેલી દીધા હતા.
અમરેલીના લોકોને કાયદો અને વ્યવસ્થાનું પ્રશાસન કેવું હોય તે નિર્લિપ્ત રાય બતાવ્યું હતું. 47 મહિના પછી નિર્લિપ્ત રાયને બદલી થતાં આખું અમરેલી અને તેમના પક્ષના લોકો તેમને વિદાય આપવા માટે આવ્યા હતા. અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો નિર્લિપ્ત રાયને કેટલા પસંદ કરતા હતા અને તેમને કઈ રીતે વિદાય આપવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.