નીતા અંબાણીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ…’ પર પોતાના અભિનયથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા- જુઓ વીડિયો

‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC)નું મુંબઈમાં ગઈકાલે રાત્રે એટલે કે, શુક્રવારે રાત્રે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં દુનિયાભરના સેલેબ્સ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અંબાણી(Nita Ambani) પરિવારથી લઈને શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને વિશ્વ વિખ્યાત ટોપ મોડલ ગીગી હદીદે પણ આ ઈવેન્ટમાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો હતો.

નીતા અંબાણીએ પોતાના ડાન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા  
આ ઘટનાની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન નીતા અંબાણીની લોન્ચ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતા અંબાણીએ સ્ટેજ પર શ્રેયા ઘોસાલના વર્ઝન ‘રઘુપતિ રાઘવ રાજા રામ…’ પર ભરતનાટ્યમ નૃત્યની અદભૂત રજૂઆત કરી હતી. તેનો ડાન્સ જોઈને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા.

વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “6 વર્ષની ઉંમરે પોતાની ભરતનાટ્યમની સફરની શરૂઆત કરનાર નીતા એમ અંબાણીએ હંમેશા ડાન્સરનું દિલ રાખ્યું હતું. ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’માં તેણીનું વિશેષ પ્રદર્શન ભવ્ય લોન્ચિંગ માટે વિશિષ્ટ રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું.”

MNACC નીતા અંબાણીની ડ્રીમ પ્રોજેક્ટ
જણાવી દઈએ કે, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (MNACC) મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ સેન્ટરની અંદર સ્થિત છે. આ નીતા અંબાણીની ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય કલાને જાળવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *