ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તેમના 65માં જન્મદિવસ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માનવીય અભિગમ સાથે સેવાકીય કામો સહિત આરોગ્યલક્ષી કાર્યક્રમો સાથે ઉજવ્યો છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. નીતિનભાઈના જન્મદિન અંતર્ગત દર વર્ષે રક્તદાન કેમ્પ થકી 1 હજાર યુનિટ રકત એકત્રિત કરવામાં આવે છે. જેના કારણે જરૂરિયાત મંદ લોકોને જરૂરિયાતના સમયે કામ લાગી શકે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા 1,111 રક્ત યુનિટ એકત્રિત કરવા રક્તદાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિન પટેલે કડી ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે મહેસાણા જિલ્લાના કડી ખાતે 75 હજાર કરતા વધુ નાગરિકોને વિટામીનયુક્ત ‘બી નેચરલ જ્યુસ’ ટેટ્રાપેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે-સાથે પાટણ જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજીને નાગરિકોને 65 હજાર માસ્કનું વિતરણ, 1,065 વૃક્ષોનું વાવેતર અને એક હજાર સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ અને તદુપરાંત ધારપુર હોસ્પિટલ ખાતેના દર્દીઓને તથા તેમના સગાઓને મિષ્ટાન સાથેનું ભોજનનું આપવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી 15 હજાર જેટલી નોટબુકનું વિતરણ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જન્મદિન નિમિત્તે સવારે એમના વતન કડી ખાતે આવેલ યવતેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને 65માં વર્ષની શુભ શરૂઆત કરી હતી.
કડીના કરણનગર રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં પણ તેમણે પૂજન-અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેમણે દેશ અને રાજ્યમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને રાજ્ય ઝડપથી મુક્ત થાય તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્ય મંત્રીના જન્મદિનની ઉજવણી પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news