હાલ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને રાજકીય ગરમાવો આવી ગયો છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ તોડજોડનું રાજકારણ શરૂ થાય એવી શક્યતા છે. ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીને લઈ હાલ ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે. ગુજરાત રાજ્યસભામાં ભાજપને એક વધારાની બેઠક ગુમાવી પડે તેમ છે ત્યારે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રણનીતિ શરૂ કરી છે. આ મામલે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ કહ્યું કે,રાજ્યસભાની ચૂંટણીને લઈને અનેક પ્રકારની વાતો ચાલે છે,ભાજપના મિત્રો જ આવી વાતો ફેલાવે છે, ભૂતકાળમાં અમને 3 ધારાસભ્યોને 100 કરોડની ઓફર થઈ હતી, આ વખતે હજુ સુધી કોઈએ ઓફર કરી નથી.
નીતિન પટેલે ચાલતી પકડી
ગુજરાતમાં કોગ્રેસ માંગરોળના ધારાસભ્ય એવા બાબુભાઈ વાજાના આ નિવેદન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂપ રહ્યા હતા. રાજ્યસભા ચૂંટણીમાં ચાર સભ્યો સાથે આવવા માટે કોગ્રેસના બાબુભાઇ વાજાને ભાજપે ભૂતકાળમાં 100 કરોડની ઓફર કરી હતી એવો સવાલ કરતા નીતિન પટેલે કોઈ પણ જવાબ આપ્યા વિના ચાલતી પકડી હતી. કોગ્રેસના બાબુભાઇ વાજાએ જણાવ્યું કે, “મારા નામે 100 કરોડ તો શું એક-બે ફેકટરી પણ કરી નાખેને તો પણ હું ન જાવ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.