ભાજપમાં રહેલા વિરોધીઓને DyCM નીતિન પટેલે પોતાના વિરોધીઓને બતાવ્યું પાણી- જાણો અહી

આજે સવારથી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૬ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. થરાદ, રાધનપુર, લુણાવાડા, ખેરાલુ, બાયડ અને અમરાઈવાડી પર  મત ગણતરી શરુ થઈ હતી. તમામ ૬ બેઠકના પરિણામ આવી ગયા છે. જેમાં ભાજપ કોંગ્રેસને ૩-૩ બેઠક મળેલી છે તેવું બહાર આવ્યું છે. હાલ કોંગ્રેસે બાયડ અને થરાદ બેઠક પર જંગી જીત મેળવી છે. તો લુણાવાડા અને ખેરાલુ બેઠક પર ભાજપની જીત થઈ છે. આ સિવાયની રાધનપુર થી અલ્પેશ ઠાકોરની શરમજનક હાર થઇ છે અને અમરાઈ વાડી બેઠક પર છેલ્લે છેલ્લે ભાજપ આગળ ચાલી રહ્યું છે.

ભાજપના અજમલજી ઠાકોરે ૨૯૦૨૬ મતે જીત હાંસલ કરી છે. અજમલજી ઠાકોરની ખેરાલુ બેઠક પર ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લ્ખનીય છે કે ખેરાલુ બેઠકની જવાબદારી નીતિન પટેલને સોંપવામાં આવી હતી અને તેઓ પોતાના મિશનમાં પાસ થઈ જતા તેમના વિરોધીઓને જવાબ મળી ગયો છે.

લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિશભાઇ સેવકની જીત થઈ છે. તેમણે ૫૨૧૪૪ મત મેળવ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ૩૫૨૭૭ મત મેળવ્યા હતા.

બાયડ બાદ બાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે.

પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. બાયડમાં ૭૦૦ થી વધારે મતથી કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈની જીત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *