પાકિસ્તાનીઓ ભારત સામેની ક્રિકેટ મેચમાં હાર પચાવી ન શક્યા તો કરી કેવી હરકતો જુઓ અહિયાં

ટી ટવેન્ટી વર્લ્ડ કપમાં ભારતે મિશન વર્લ્ડ કપ ની શરૂઆત પાકિસ્તાનને હરાવીને કરી છે. મેલબોર્નન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી t20 મેચમાં ભારતે ચાર વિકેટથી જીત મેળવી લીધી છે. વિરાટ કોહલી ની 82 રનની દમદાર ઇનિંગ્સને સહારે ભારતે આ જીત મેળવી છે અને મેચની છેલ્લી ઓવરમાં ભરપૂર ડ્રામા જોવા મળ્યો.

આજે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ ની આ મેચ કદાચ જિંદગીનું સંભાળણું બની જશે. કારણકે આ ઓવરમાં એક્સ્ટ્રા રન, નો બોલ, પાકિસ્તાનના કેપ્ટન બાબત સાથેની બબાલ સહિતનો જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો.

આ મેચમાં હાર મેળવીને પાકિસ્તાન હવે ટ્વીટર પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યું છે. પાકિસ્તાનીઓ મેચમાં છેલ્લી ઓવરમાં નો બોલ ના નિર્ણય બાદ અમ્પાયર ને ભાંડી રહ્યા છે અને ભારતને ચીટર ગણાવી રહ્યા છે. આ પહેલાં પાકિસ્તાનીઓ મેચમાં ભારત સામે હાર્યા બાદ પોતાના ટીવી પણ તોડતા આવ્યા છે.

એક ટ્વીટર યુઝર આરનવ ગૌતમે પાકિસ્તાની ને જવાબ આપતા લખ્યું છે કે, દિલને તસ્લ્લી આપવા માટે પાકિસ્તાનીઓ નો બોલ અને ચૂંટણીનું નામ દઈ રહ્યા છે, કારણ કે તેઓને હવે પોતાના ટીવી તોડવા નથી એટલે બહાના બનાવે છે.

એક ટ્વીટર યુઝરે પાકિસ્તાની દર્શક ટીવીમાં મેચ જોઈ રહ્યો હોય અને કપડાંથી ટીવી ઢાંકી રાખતી હોય તેવું મૂકીને પાકિસ્તાનીઓની મજાક ઉડાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *