હાલમાં દેશભરમાં ઉત્તર પ્રદેશમાં માફિયા વિકાસ દુબે દ્વારા કરાયેલી આઠ પોલીસ કર્મીઓની હત્યા નો મામલો ચર્ચાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો સાથે સબંધ ધરાવતા વિકાસ દુબે વર્ષ 2000થી પોતાનું સામ્રાજ્ય બનાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા બે દિવસથી વિકાસ દુબે ના ફોટો ભાજપના નેતાઓ સાથે ફરી રહ્યા છે, જેને લઇને આઈટી સેલ દ્વારા વિકાસ દુબે ભાજપ સાથે નહીં પરંતુ અન્ય પાર્ટીઓ સાથે જોડાઈને પોતાની ગુંડાગીરી નું સામ્રાજ્ય સ્થાપ્યું છે, એવું બતાવવા મથી રહ્યું છે. પરંતુ આ બાબતે તેની હકીકત કંઇક અલગ જ હોય તેવું ત્રિશુલ ન્યૂઝ ના ફેક્ટ ચેક માં બહાર આવ્યું છે.
આવી જ એક પોસ્ટ નવસારીના પુરોહિત મહેશ નામના આઇટી સેલના કાર્યકર દ્વારા કરવામાં આવી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માફિયા વિકાસ દુબે ની પત્ની ઋચા દૂબેને સમાજવાદી પાર્ટીએ આજીવન સભ્યપદ આપ્યું છે. અને સભ્યપદ 20000 ની કિંમત લઈને આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતની હકીકત તપાસવામાં અમારી ટીમે અલગ-અલગ માધ્યમો નો સહારો લીધો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
મહેશ પુરોહિત નામના ઇસ મેં એક પોસ્ટ કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિકાસ દુબઈની પત્નીને સમાજવાદી પાર્ટીએ આજીવન સભ્ય પદ આપ્યું છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે, અખિલેશ યાદવની વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ ને પૂર્ણ કરવા માટે વિકાસ દૂબેને હાથો બનાવવામાં આવ્યો હતો. આ સિવાય પણ કેટલાક સંગીન આરોપ આ પોસ્ટમાં કરવામાં આવ્યા છે.
આ પોસ્ટનું થર્ડ પાર્ટી વેરીફિકેશન કરવા સમયે પોસ્ટમાં વાપરવામાં આવેલા ફોટો માં જ તેના જવાબ મળી જતાં દેખાયા. આ પોસ્ટમાં 20 હજાર રૂપિયાનું વાઉચર દેખાઈ રહ્યું છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે, સમાજ વાદી બુલેટિન આજીવન સભ્ય બનવા માટેનું શુલ્ક 20000 છે. હકીકતમાં સમાજવાદી પાર્ટી દ્વારા દર મહિને એક સમાજવાદી બુલેટિન બહાર પાડવામાં આવે છે. જેનો સભ્યપદ એટલે કે લવાજમ રુચા દુબે દ્વારા ભરવામાં આવ્યું છે. જે કોઈ રાજકીય પાર્ટીના સદસ્ય બનવા માટેનું વાઉચર નથી.
આવો જ દાવો એબીપી ન્યુઝની પ્રવક્તા રુબિકા લિયાકત દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા દ્વારા લાઇવ ડિબેટ માં જ રુબીકા નું અધૂરું જ્ઞાન ખૂલ્લું પાડી દીધું હતું અને રુબિકા લિયાકત એ ચાલુ ડીબેટમાં જ આ બાબતે આ મુદ્દો ચર્ચવાનું છોડી દીધું હતું.
આમ આ પોસ્ટ સદંતર ખોટી સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news