ગુજરાત(Gujarat): કોરોના(Corona) કેસમાં ખુબ જ ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની વિવિધ રાજ્ય સરકારો દ્વારા નાગરિકોને ફરજિયાત માસ્ક(Mask)માંથી મુક્તિ આપી દેવામાં આવી છે. જો કે, ગુજરાતના નાગરિકોને માસ્કમાંથી મુક્તિ મળી શકશે નહી. ICMRની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં માસ્ક ફરજિયાત રહેશે તેવું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ(Hrishikesh Patel) દ્વારા આપવામાં આવ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે, મહારાષ્ટ્રમાં ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવામાં આવી છે સાથે અન્ય કેટલાંક રાજ્યો પણ માસ્કમાંથી મુક્તિ આપવી તે અંગે વિચારી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આ મામલે કોઇ નિર્ણય અંગે વિચારણા કરી રહી છે કે નહીં? તેવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પૂછતાં તેમણે કહ્યું હતું કે, દેશમાં કોરોનાના તમામ નિયંત્રણ દૂર કરવાની સાથે ICMRએ બે નિયંત્રણ યથાવત રાખી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને ફરજિયાત રાખવામાં આવ્યા છે. આપણે ICMRની ગાઇડલાઇનનું ચોક્કસપણે પાલન કરવાનું છે. રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઓછા સામે આવી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં કેસ વધે નહીં તે અનુસંધાને આપણે ગાઇડલાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
માત્ર અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા પાસે અધધ… 70 કરોડનો દંડ વસૂલાયો:
2 વર્ષ બાદ પહેલી જ વખત અમદાવાદમાંથી પોલીસે માસ્ક પહેર્યા વગર એક પણ વ્યકિત પકડી નથી. તેનો અર્થ એવો નથી કે અમદાવાદમાં બધા માસ્ક પહેરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા માસ્ક વિનાના લોકો પાસેથી દંડ વસૂલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન જાહેર થયું ત્યારથી આજ દિન સુધી પોલીસ દ્વારા અમદાવાદમાંથી માસ્ક વિનાના 8.40 લાખને પકડ્યા હતા, જેમની પાસેથી રૂ.69.90 કરોડ દંડ વસુલવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.