વડોદરા(ગુજરાત): રવિવારના રોજ વડોદરા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા અથવા દહેજ લીધા વગર હરણીસ્થિત વાલમ હોલમાં 17 મિનિટમાં જ રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન થયા હતા. જેમાં માત્ર એક જોડી કપડામાં જ પરિણીતાને વિદાય આપવામાં આવી હતી.
કબીર પંથના સભ્ય તુષાર બરોટેએ જણાવ્યું હતું કે, 11 જુલાઈના રોજ હરણીસ્થિત વાલમ હોલમાં સંત રામપાલજી મહારાજના સાંનિધ્યમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ પછી સંત રામપાલજીના જ શિષ્ય અને રાજસ્થાનમાં રહેતા હરીશ લોહાર જે ખાનગી કંપનીમાં લોજિસ્ટિક મેનેજર તરીકે નોકરી કરે છે, તેમના લગ્ન સંત રામપાલજીનાં જ શિષ્યા અને રાજપીપળા ખાતે રહેતાં રુચિ પાંડે સાથે કરવામાં આવ્યા હતા.
આ લગ્ન માત્ર 17 મિનિટમાં જ પૂરા કરી દેવામાં આવ્યા હતા, જેમાં માત્ર કબીર વાણીનો પાઠ કરવામાં આવતો હોય છે. 17 મિનિટના લગ્નમાં વર-વધૂ એકબીજાને હાર કે મંગળસૂત્ર નથી પહેરાવતા કે નથી 7 ફેરા લેવામાં આવતા. વર-વધૂ લગ્નબંધનથી બંધાવા માટે કોઈ વચનો પણ લેતા નથી. કોઈ પંડિત કે બ્રાહ્મણ પણ આ લગ્નમાં બોલાવવામાં આવતા નથી.
લગ્નમાં ખોટા ખર્ચા કરી દેખાડો કરવામાં કબીર પંથ માનતો નથી. આ ઉપરાંત આ લગ્નમાં કોઈ દહેજ કે સામાન્ય મીઠાઈનો પણ ખર્ચો હોતો નથી. માત્ર 17 મિનિટમાં કબીરવાણીના પાઠ દ્વારા સાદાઈથી યુવક-યુવતીના લગ્ન કરતા હોય છે. દેશભરમાં સંત રામપાલજીના હજારો શિષ્યો કોઈ ફાલતુ ખર્ચા કર્યા વગર કબીરવાણી દ્વારા લગ્ન કરતા હોય છે. જોકે આ પહેલાં તેઓ કોર્ટ મેરેજ કરી રજિસ્ટ્રેશન કરાવી લેતા હોય છે. છેલ્લાં 3 વર્ષમાં વડોદરામાં આવાં 15 લગ્ન થયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.