યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા પાસ કરવી ઘણા વિદ્યાર્થીઓનું સ્વપ્ન છે, પરંતુ કેટલાક લોકોને તેમાં સફળતા મળે છે. સિવિલ સર્વિસિસ પરીક્ષા (Civil Services Examination) માટે અરજી કરનારા લાખમાંથી માત્ર 0.2 ટકા ઉમેદવારોની પસંદગી થાય છે. બાપ વગરની દીકરીને માતાએ લોકોના ઘરે વાસણ કપડાં ધોઈને ભણાવી, તો દીકરીએ કોઈપણ જાતના કોચિંગ વગર નાની ઉંમરમાં જ IPS બની બધાને ચોંકાવી દીધા.
UPSCની પરીક્ષા પાસ કરવા માટે આજે ઘણાબધા યુવાનો પ્રયત્ન કરતા હોય છે. અથવા તો ભારતીય પોલીસ સેવામાં અધિકારી બનવા માટે પણ આજના યુવાનો ખુબ મહેનત કરતા હોય છે. શરૂઆતથી લઈને અધિકારી બન્યા સુધીની સફર ખુબ સુંદર રહે છે. દરેક વિદ્યાર્થી કે જે આ પરીક્ષા ક્લીઅર કરે છે તે બધાની કોઈને કોઈ કહાની હોય છે.
ભારતની વાત કરીએ તો અહીયાના મોટા ભાગના બાળકો પોતાના પરિવારની સ્થિતિને જોઈને નાની જ ઉંમરમાં મોટા થઇ જાય છે અને નક્કી કરી લે છે કે જીવનમાં કઈ મોટું કરીને પરિવારનો સહારો બની જઈશું. આવું જ કઈ આ દીકરીએ પણ નક્કી કર્યું હતું અને આજે તે સપનું પૂરું કરીને પોતાના પરિવારનો સહારો બની. અને સમાજના સૌં લોકોને પોતાની મેહનત અને લગન થી ચોંકાવી દીધા છે.
આજકાલ લોકો નાની નાની વાતોમાં હતાશ થઇ જાય છે અને હિંમત હારી જાય છે પણ આ દીકરી આજે આખા દેશના યુવક યુવતીઓ માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહણ બની છે.આ દીકરીનું નામ દિવ્યા છે અને તે હરિયાણાના મહેન્દ્રગઢની રહેવાસી છે. આજે આ દીકરીએ પોતાની જાત મેહનત વડે પોતાના લક્ષને સિદ્ધ કરી બતાવ્યું છે અને પોતાનુ સપનું પૂરું કર્યું છે.
ખુબજ નાની ઉંમરમાં દિવ્યાના પિતાનું મૃત્યુ થઇ જવાથી પરિવારમાં ખુબજ આર્થિક તંગી સર્જાઈ હતી. માતા પણ ત્રણ બાળકોની જવાબદારી આવી ગઈ હતી. માતાએ બીજા લોકોના ઘરે વાસણ અને કચરા પોતું કરીને બાળકોએ મોટા કર્યા.આખો પરિવાર એક જ રૂમના ઘરમાં રહેતો હતો. માતાએ ખુબજ તકલીફો વેઠીને બાળકોને ભણાવ્યા. દિવ્યાએ પણ નક્કી કર્યું કે તે UPSC પાસ કરીને પરિવારનો સહારો બનશે અને પરિવારની નામ રોશન કરશે. દિવ્યાએ કોઈપણ કોચિંગ વગર ઘરે જ પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કર્યું. કોચિંગ કરવાના તો પૈસા જ નહતા.
પોતાના ઘરની આવી પરિસ્થિતિ જોઇને દિવ્યાએ લડીને કૈક કરી બતાવાનું નક્કી કરી લીધું અને પછીસપનું પૂરું કરવા દિવ્યાએ દિવસ રાત એક કરી દીધો અને ખુબજ નાની ઉંમરમાં IPS બનીને બધા જ લોકોને ચોંકાવી દીધા જયારે ગામના લોકોને ખબર પડી કે આ ગરીબ ઘરની દીકરી આજે IPS બની ગઈ છે. તો ગામના બધા જ લોકો આષ્ચર્યમાં આવી ગયા. આજે દીકરીએ માતાની મહેનતને સાર્થક કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.